દુઃખદ:ઈતિહાસકાર તેમજ લેખક બાબાસાહેબ પુરંદરેનું નિધન

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂનાના દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલમાં ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું સોમવારે સવારે નિધન થયું હતું. તેઓ 99 વર્ષના હતા. હોસ્પિટલ અનુસાર પુરંદરેને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં પછીથી સ્થિતિ ગંભીર થયા બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિમાં સુધારો ન થઈ શક્યો.પુરંદરે શનિવારે પોતાના ઘરના બાથરૂમમાં પડી ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર મળ્યા બાદ દેશભરમાં તેમના ચાહનારાઓએ શોક વ્યક્ત કર્યો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્વવ ઠાકરેએ બાબાસાહેબ માટે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કારની ઘોષણા કરી હતી. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બાબાસાહેબના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. બાબાસાહેબ પુરંદરે દેશના લોકપ્રિય ઈતિહાસકાર- લેખક હોવાની સાથે સાથે રંગમંચ કલાકાર પણ હતા. તેમને છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઊંડાણથી જાણકારી માટે ઓળખવામાં આવે છે. પુરંદરેએ શિવાજીના જીવનથી લઈને તેમના પ્રશાસન અને તેમના કાળના કિલ્લાઓ પર પણ પુસ્તકો લખ્યાં હતાં. ઉપરાંત તેમણે છત્રપતિના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટક- જાણતા રાજાનું પણ દિગ્દર્શન કર્યંર હતુ.

અન્ય સમાચારો પણ છે...