કાર્યવાહી:ઓનલાઈન શિક્ષણ બંધ કરનાર સ્કૂલો પર કાર્યવાહી કરવા ઈશારો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન ન થાય એ માટે સખત સૂચના અપાઈ

મુંબઈમાં કોરોનાનો ફેલાવો ઓછો થતા પહેલાથી સાતમા ધોરણ સુધીની સ્કૂલો કેટલાક પ્રતિબંધ સાથે શરૂ કરવામાં આવી છે. જોકે સ્કૂલો શરૂ થતા જ ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. તેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન થતું હોવાથી ઓનલાઈન શિક્ષણ આપવા બાબતે સ્કૂલોને સખત સૂચના આપવામાં આવી રહી છે. એ પછી પણ જે સ્કૂલ ઓનલાઇન શિક્ષણ નહીં આપે એના પર રાજ્ય સરકારના કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવ્યો છે.

મુંબઈમાં પહેલાથી સાતમા ધોરણની સ્કૂલ 15 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી છે. સ્કૂલ શરૂ કરતા બાળકોને સ્કૂલમાં મોકલવા માટે વાલીની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમ જ જે વિદ્યાર્થીઓના વાલી સ્કૂલમાં મોકલવા તૈયાર ન હોય તો તેમને ઓનલાઇન શિક્ષણ આપવું એવો આદેશ શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આપ્યો છે. જોકે 15 ડિસેમ્બરથી સ્કૂલ શરૂ થતા જ મુંબઈની મોટા ભાગની સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું છે. કોરોના અને ઓમિક્રોન વાઈરસના ફેલાવાની ડરથી જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા નથી તેમનું શૈક્ષણિક નુકસાન થશે. બાળકોને સ્કૂલમાં મોકલશું તો વાઈરસના સંક્રમણનો ડર અને સ્કૂલ નહીં મોકલીયે તો શૈક્ષણિક નુકસાન થવાનો ડર વાલીઓમાં છે.

મહાપાલિકાના શિક્ષણ વિભાગના શિક્ષણાધિકારી રાજુ તડવીએ આપેલી માહિતી અનુસાર જે સ્કૂલ ઓનલાઈન શિક્ષણ આપતી નથી તેમના વિરુદ્ધ ફરિયાદ આવશે તો રાજ્ય સરકારના નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન રાજ્યમાં ઓમિક્રોનની પાર્શ્વભૂમિ પર મુંબઈમાં પ્રાથમિક સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસનને સોંપવામાં આવ્યો છે.

મુંબઈ મહાપાલિકાના શિક્ષણ અધિકારી રાજુ તડવીએ 30 નવેમ્બરના પત્રકાર પરિષદ લઈને 15 ડિસેમ્બરથી પહેલાથી સાતમા ધોરણ સુધી ક્લાસ ચાલુ થશે એમ જાહેર કર્યું હતું. અઠવાડિયા પછી તડવીને સ્કૂલ શરૂ થવા વિશે ફરીથી પૂછવામાં આવતા 15 ડિસેમ્બરથી પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાના નિર્ણયમાં કોઈ ફેરફાર થયો નથી એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...