તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • High Court Says, If You Want To Hear, Pay Rs 1 Lakh Reserve, Regarding Withdrawal Of Contagious Disease Prevention Law

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળભૂત અધિકારનો ભંગ:હાઇકોર્ટે કયું, સુનાવણી કરવી હોય તો 1 લાખ અનામત ભરો, સંસર્ગજન્ય રોગ પ્રતિબંધક કાયદો પાછો ખેંચવાની માગણી બાબતે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અરજીમાં કહેવાયું, કોવિડના ડરથી માસ્ક ફરજિયાત મૂળભૂત અધિકારનો ભંગ

કોરોનાની પાર્શ્વભૂમિ પર મહારાષ્ટ્ર સરકારે લાગુ કરેલ સંસર્ગજન્ય રોગ પ્રતિબંધક કાયદો 1897 પાછો ખેંચવામાં આવે જેથી રાજ્યમાં ફરીથી લોકડાઉન જાહેર કરી શકાય નહીં એવી મુખ્ય માગણી કરતી અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.આ અજબ અરજી કરનાર વકીલને મુંબઈ હાઈ કોર્ટે રૂ. 1,00,000 અનામત રકમ તરીકે ભરવાનો નિર્દેશ આપ્યો છે. જો આ અરજી સાંભળવામાં આવે એવી તમારી ઈચ્છા હોય તો અઠવાડિયામાં રૂ. 1,00,000 અનામત રકમ તરીકે ભરો. આ રકમ ભરવામાં નહીં આવે તો તમારી અરજી ફગાવી દેવામાં આવશે એવો નિર્દેશ મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીએ આપ્યો હતો.

કોરોનાની પાર્શ્વભૂમિ પર મહારાષ્ટ્ર સરકારે લાગુ કરેલ સંસર્ગજન્ય રોગ પ્રતિબંધક કાયદો 1897 પાછો ખેંચવામાં આવે જેથી રાજ્યમાં ફરીથી લોકડાઉન જાહેર કરી શકાય નહીં એવી મુખ્ય માગણી આ અરજીમાં કરવામાં આવી છે. એડવોકેટ હર્ષલ મિરાશીએ આ પહેલાં પણ એક અરજી સીધા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે એમાં હસ્તક્ષેપ કરવાનું નકારતા અરજદારને હાઈ કોર્ટમાં દાદ માગવાનો નિર્દેશ આપ્યો હતો. એ અનુસાર આ અરજી મુખ્ય જજની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

પોતાનો યુક્તિવાદ કરતા અરજદારે કોર્ટને જણાવ્યું કે કોવિજ-19 ફક્ત શરદી-ઉધરસની થોડી વધુ ગંભીર બીમારી છે. નાહક એના માટે કાગારોળ કરવામાં આવે છે. એના પર હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા દેશમાં અને વિશ્વમાં જેટલા પ્રમાણમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે એ આંકડાઓ ખોટા છે કે? એવો સવાલ કર્યો. એના પર આ આંકડાઓ પ્રસાર માધ્યમોએ મોટા કરીને આપ્યા છે એમ જણાવતા કોવિડના ડરથી માસ્ક ફરજિયાત અને લક્ષણો દેખાય એટલે ક્વોરન્ટાઈન કરવું એ નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ છે એવો આરોપ કર્યો હતો.

અરજદાર એક વખત હોસ્પિટલોની મુલાકાત લે
રાજ્ય સરકારે આ અરજીનો જોરદાર વિરોધ કરતા અરજદારે એક વખત સેંટ જ્યોર્જ અથવા કેઈએમ હોસ્પિટલની મુલાકાત લેવી એટલે એને પરિસ્થિતિની ગંભીરતા સમજાય એમ સ્પષ્ટ કર્યું હતું. એના પર હાઈ કોર્ટે સહમતી દર્શાવતા અરજદારને જો આ અરજી પર સુનાવણી જોઈતી હોય તો એક અઠવાડિયામાં રૂ. 1,00,000 ભરવાનો નિર્દેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો