તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાઈ માટે તબીબી પ્રિસ્ક્રિપ્શનમાં ચેડાં અને ફોર્જરી કરવાના આરોપ માટે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ સમે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાનો સોમવારે મુંબઈ હાઈ કોર્ટે ઈનકાર કરી દીધો હતો. જસ્ટિસ એસ એસ શિંદે અને એમ એસ કર્ણિકની ખંડપીઠે જોકે સુશાંતની અન્ય બહેન મીતુ સિંહ સામે એફઆઈઆર રદબાતલ કરી છે.પ્રથમદર્શી પ્રિયંકા સિંહ સામે પુરાવા છે, જ્યારે મીતા સિંહ સામે કેસ બનતો નથી, એવી નોંધ કોર્ટે કરી હતી. અમારા અભિપ્રાયમાં અરજદાર મીતુ સિંહ સામે એફઆઈઆર દાખલ કરવા કેસ બનતો નથી. જોકે અરજદાર પ્રિયંકા સિંહ સામે કેસ બને છે એવું અમને પ્રથમદર્શી લાગે છે, એમ ખંડપીઠે જણાવ્યું હતું.
અમારો ચુકાદો તપાસ એજન્સીને એફઆઈઆરની તપાસ કરવાથી અવરોધશે નહીં અને તેથી તેમને અનુકૂળ લાગે ચે અહેવાલ સુપરત કરી શકે છે. બંને બહેનો પર તેમના ભાઈની બેચેનીની સમસ્યા માટે તબીબી પ્રિસ્ક્રિપ્શનમાં ફોર્જરી અને ચેડાં કરવાનો આરોપ કરતી એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ) રદ કરવા અરજી કરવામાં આવી હતી.સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે બાંદરા પોલીસમાં પ્રિયંકા, મીતુ અને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટર તરુણ કુમાર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર સુશાંતની બહેનો અને ડોક્ટરે સુશાંતના મૃત્યુના થોડા દિવસ પૂર્વે તેને માટે એન્ટી- ડિપ્રેશન્ટ્સ માટે ફોર્જરી અને ચેડાં કરેલું પ્રિસ્ક્રિપ્શન તૈયાર કર્યું હતું.
34 વર્ષીય સુશાંત 14 જૂને બાંદરાના તેના ડુપ્લેક્સમાં મૃતાવસ્થામાં મળી આવ્યા હતા. આ પછી તેને પિતા કે કે સિંહે રિયા અને તેના પરિવારના સભ્યો સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું અને છેતરપિંડીની ફરિયાદ બિહાર પોલીસમાં નોંધાવી હતી, જેની સીબીઆઈ તપાસ કરી રહી છે.દરમિયાન સુશાંતની બહેનો સામે એફઆઈઆર દાખલ કર્યા પછી બાંદરા પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેસપેપર સીબીઆઈને સોંપ્યા હતા, કારણ કે સુશાંત સંબંધી બધા કેસની સીબીઆઈ તપાસ કરતી હતી.
સુશાંતની બહેનો વતી શું દલીલ કરાઈ
સુશાંતની બહેનો વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિકાસ સિંહે એવી દલીલ કરી હતી કે ટેલિમેડિસીન પ્રેક્ટિસ માર્ગદર્શિકા ડોક્ટરને ઓનલાઈન કન્સલ્ટેશન પછી દવાઓ મુકરર કરવાની મંજૂરી આપે છે. કોવિડ મહામારીને લીધે સુશાંત પ્રત્યક્ષ કન્સલ્ટેશન કરી શક્યો નહોતો. આવું પ્રિસ્ક્રિપ્શન પ્રાપ્ત કર્યું છે એવું ધારી લેવાય તો પણ તેમાંથી કોઈ દવાઓ સુશાંતે લીધી હોય તેવું બતાવતા કોઈ પુરાવા નથી. વરિષ્ઠ ધારાશાસ્ત્રી દેવદત્ત કામતે મુંબઈ પોલીસ વતી હાજર રહેલાં અરજીનો વિરોધ કર્યો હતો અને ઓનલાઈન કન્સલ્ટેશન લેવાયું નહોતું એવું જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.