તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પ્રાણીઓ લઈ જતી એમ્બ્યુલન્સને ન અટકાવવા હાઈ કોર્ટનો આદેશ

મુંબઇ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાળેલા શ્વાનોને ઘર કે સોસાયટીની બહાર ફેરવવાનો મુદ્દો પણ ઉપસ્થિત

પાળેલા પ્રાણીઓને વેરટનરી દવાખાના કે હોસ્પિટલમાં લઈ જવા સંબંધિત એમ્બ્યુલન્સને પોલીસે અટકાવવી નહીં અને આ સંદર્ભે રાજ્ય સરકારે સંબંધિત તમામ પોલીસ પ્રશાસનને સ્પષ્ટ નિર્દેશ જારી કરવા એવો આદેશ મુંબઈ હાઈ કોર્ટે આપ્યો છે. એ સાથે જ શ્વાનોને બહાર ચલાવવા સંદર્ભે કેન્દ્રિય પ્રાણી કલ્યાણ મંડળે કેટલાક દિશાનિર્દેશ આપ્યા છે કે એની માહિતી લઈને ૧૫ મેના ભૂમિકા સ્પષ્ટ કરવાનો નિર્દેશ પણ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો હતો.પુણેમાં શ્વાનોને ઘર અને સોસાયટીની બહાર ચલાવવા માટે લઈ જનારા લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે. એ સાથે જ શ્વાનોને ઘરની બહાર ન નીકળવા દેવા બાબતે સોસાયટીના સભ્યોને નિર્દેશ આપો એમ સોસાયટીની કમિટીને પોલીસ તરફથી જણાવવામાં આવે છે. પોલીસનું આ ફરમાન ગેરકાયદે અને મનમાની પદ્ધતિવાળું છે એવો આરોપ કરતા પુણેના પ્રાણીમિત્ર વિનીતા ટંડને એડવોકેટ હર્ષવર્ધન ભેંડે મારફત ઈમર્જન્સી રીટ અરજી કરી છે. આ બાબતે જજ સુરેશ ગુપ્તે સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રાથમિક સુનાવણી થઈ હતી.   પાળેલા બીમાર પ્રાણીઓને વેટરનરી દવાખાનામાં લઈ જવાનું અત્યારના લોકડાઉન સમયમાં મુશ્કેલ થઈ રહ્યું છે. એમ્બ્યુલન્સમાં લઈ જવા પાસ આપવા પણ પોલીસ મનાઈ ફરમાવે છે. કેન્દ્રિય પ્રાણી કલ્યાણ મંડળે તમામ રાજ્યોના પોલીસ મહાસંચાલકોને નિર્દેશ આપીને લોકોને તેમના શ્વાનોને ઘરની બહાર ફેરવવા મનાઈ કરવી નહીં એમ જણાવ્યું છે એવા રજૂઆત એડવોકેટ ભેંડેએ કરી હતી. જોકે આ સંદર્ભનો આદેશ તે કોર્ટને તરત દેખાડી શક્યા નહીં. આ બાબતે જવાબ આપતા મુખ્ય સરકારી વકીલ પ્રિયભૂષણ કાકડેએ રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર લોકોને તેમના શ્વાનોને ઘર અથવા સોસાયટીના કમ્પાઉન્ડની બહાર ફેરવવા પર મનાઈ કરવામાં આવી છે. પાળેલા પ્રાણીઓની એમ્બ્યુલન્સ અથવા ટેક્સીને રોકવાનું જણાવવામાં આવ્યું નથી એમ જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો