આદેશ:કુપોષણ પર એકશન પ્લાન તૈયાર કરવા હાઈ કોર્ટનો સરકારને આદેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણનો અભાવ, બેરોજગારી, પ્રાથમિક તબીબી સંભાળમાં સુધારણા જરૂરી

મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને કુપોષણ પર એક્શન પ્લાન તૈયાર કરવાનો સોમવારે નિર્દેશ આપ્યો છે. રાજ્યમાં કુપોષણની સમસ્યા એકલા આરોગ્ય વિભાગ દ્વારા ઉકેલી શકાય તેમ નથી, કારણ કે ત્યાંની તમામ સમસ્યાઓ એકબીજા સાથે જોડાયેલી છે.

શિક્ષણનો અભાવ, બેરોજગારી, પ્રાથમિક તબીબી સંભાળ, જનજાગૃતિ વગેરે બાબતો સુધારવાની જરૂર છે એમ કોર્ટે કહ્યું છે. સમગ્ર રાજ્યએ મેલઘાટ પર સાથે મળીને કામ કરવું જોઈએ. ડો. ચેરિંગ દોરજેએ સોમવારે હાઈ કોર્ટમાં હાજર થઇને આવો અહેવાલ આપ્યો હતો.

અરજદાર બંધુ સાનેએ મુંબઈ હાઈ કોર્ટને માહિતી આપી હતી કે મેલઘાટમાં નવેમ્બર 2021 સુધીમાં લગભગ 400 બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામ્યા છે. તેની પર ડૉ. દોરજેના અહેવાલનો તમામ સંબંધિત વિભાગોએ અભ્યાસ કરવો જોઈએ અને એક એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ. મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને આ પ્રકારના નિર્દેશ આપ્યા છે. આ કેસની આગામી સુનાવણી 3 જાન્યુઆરીએ રાખવામાં આવી છે.

મેલઘાટ અને અન્ય આદિવાસી વિસ્તારોમાં બાળકો હજુ પણ કુપોષણથી મરી રહ્યા છે. આ ઉપરાંત શહેરીજનોને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કેસમાં મુંબઈ હાઈકોર્ટમાં ડૉ. રાજેન્દ્ર વર્મા અને સામાજિક કાર્યકર્તા બંધુ સાને અને વિવિધ જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી આજે ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણી સમક્ષ થઈ હતી. ત્યારબાદ, રાજ્ય સરકારના તબીબી વિભાગના નિષ્ણાતો અને અધિકારીઓની સમિતિએ મેલઘાટ ચીખલદરા, ધારાની વિસ્તારની મુલાકાત લીધી હતી.

ધરણી, ચીખલદરા ખાતે પણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મેલઘાટમાં વિવિધ મુદ્દાઓ, દવાઓ, તબીબી સુવિધાઓ, ડોકટરોની સંખ્યા, તેમની હાજરી, સ્થાનિક સ્તરના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય વતી કોર્ટમાં ફોટો પણ જમા કરાવ્યો હતો.

જો કે, અરજદાર બંધુ સાનેએ બેન્ચને જાણ કરી હતી કે મેલઘાટ વિસ્તારમાં હજુ પણ ગાયનેકોલોજિસ્ટ, પિડિયાટ્રિશિયન અને ડાયટિશિયનની જગ્યાઓ ખાલી છે. તેમજ સ્થાનિક કક્ષાએ અને નાગરિકો સાથે જિલ્લા કલેક્ટરનો સંપર્ક થતો નથી. તેવા શબ્દો સાથે અરજદારોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ઊંડી તપાસ બાદ રિપોર્ટ
હાઈકોર્ટે નાગપુર ડિવિઝનના આઈજીને સમગ્ર મામલાની ઊંડી તપાસ કર્યા બાદ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ પછી આ તપાસ ડો.ચેરીંગ દોરજેને આપવામાં આવી હતી. જો કે દોરજે હાલમાં આઈપીએસ સેવામાં છે, પરંતુ તેમણે તેમનું મેડિકલ શિક્ષણ પણ પૂર્ણ કર્યું છે. પૂર્વોત્તર ભારતના હોવાથી, તેઓ દૂરના વિસ્તારોની સમસ્યાઓથી વાકેફ છે. ઉપરાંત, તેઓ હાલમાં મહારાષ્ટ્રમાં આ વિસ્તારમાં કાર્યરત હોવાથી, તેમને મેલઘાટ સંબંધિત આ નિરીક્ષણ પ્રવાસનું સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...