તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:વિદ્યાર્થીઓ સામે ગુના અંગે ખુલાસો કરવા હાઈકોર્ટનો આદેશ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવાજી પાર્ક પોલીસે મોરચામાં સામેલ 16 જણ સામે ગુનો દાખલ કર્યો હતો

ગયા વર્ષે નવી દિલ્હીમાં થયેલા હુલ્લડ પછી મુંબઈના અમુક વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરોએ શિવાજી પાર્ક ખાતે એકતા મોરચો કાઢ્યો હતો. તે 16 જણ સામે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ ગુના રદ કરવા માટે આ બધાએ હાઈ કોર્ટમાં દોટ મૂકી હતી. મહારાષ્ટ્ર પોલીસ એક્ટ 1951માં ખોટી કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હોવાનું અરજદારોનું કહેવું છે. આ પ્રકરણે પોલીસને સ્પષ્ટીકરણ આપવાનો આદેશ હાઈ કોર્ટે આપ્યો છે.

જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ એન જે જામદારની ખંડપીઠે સરકારી વકીલોને તેની પર ઉત્તર આપવાનો આદેશ આપ્યો છે. જે 16 જણ આ મોરચામાં સામેલ થયા હતા તેમને બીજા જ દિવસે શિવાજી પાર્ક પોલીસે મહારાષ્ટ્ર પોલીસ એક્ટ અંતર્ગત નોટિસ ફટકારી હતી. પોલીસે અને કાર્યકારી મેજિસ્ટ્રેટે જમાવબંધીનો આદેશ આપવા છતાં 16 જણ મોરચામાં સામેલ થયા છે. પોલીસે તેમની સામે કાયદાની કલમ 37 (3) અને 135 કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જેના અંતર્ગત રૂ. 2500ના દંડની જોગવાઈ છે.

આરોપીમાં વરિષ્ઠ નાગરિકો પણ
આદેશમાં જે કલમ નથી તે કલમ આરોપીઓ સામે લાગુ કઈ રીતે કરી શકાય એવો પ્રશ્ન ખંડપીઠે કરીને રાજ્ય સરકારને આ બાબતે સ્પષ્ટીકરણ આપવાના નિર્દેશ આપ્યા છે. તેની પર સરકારી વકીલોએ ચાર્જશીટ વાંચવા અને તે પછી ઉત્તર આપવા કોર્ટ પાસેથી સમય માગ્યો હતો. તેની પર કોર્ટે સરકારને ઉત્તર આપવા આખરી તક આપી છે. અરજદારોમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે. તેમની કોઈ પણ ગુનાખોરીની પાર્શ્વભૂ નથી. આ મોરચાને લીધે પ્રથમદર્શી રીતે શાંતિનો ભંગ થયો નથી. માલમતાનું નુકસાન પણ થયું નથી. આથી ગુનો રદ કરવામાં આવે એમ અરજીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...