તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:સુશાંત કેસમાં હાઈ કોર્ટમાં બે અરજીની આજે સુનાવણી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • CBI અથવા SIT મારફત તપાસ કરાવવાની માગ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા પ્રકરણની તપાસ સીબીઆઈ અથવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને એટલે કે એસઆઈટીને સોંપવી એવી માગણી કરતી બે જનહિત અરજી હાઈ કોર્ટમાં દાખલ થઈ છે. એના પર સુનાવણી લેવા પહેલાં એમાં પ્રતિવાદી કરવામાં આવેલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આ અરજીની કોપી ઉપલબ્ધ કરી આપવાનો નિર્દેશ મુંબઈ હાઈ કોર્ટે બુધવારે આપ્યો હતો અને સુનાવણી શુક્રવારે લેવાનું નિશ્ચિત કર્યું હતું.

સુશાંતે 14 જૂનના બાન્દરા સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સુશાંતે માનસિક દબાણ હેઠળ આત્મહત્યા કરી હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ છે. એના પર મુંબઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોકે મુંબઈ પોલીસસ તરફથી થઈ રહેલા વિલંબને કારણે દરરોજ મહત્ત્વના કાગળપત્રો અને પુરાવાઓનો નાશ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરતા એક જનહિત અરજી નાગપુરના રહેવાસી સમીર ઠક્કરે દાખલ કરી છે. બોલીવુડ, રાજકારણ અને અંડરવર્લ્ડના એકબીજા સાથેના સંબંધનો સુશાંત ભોગ બન્યો અને એણે આત્મહત્યા કરી એવો દાવો અરજી થકી કરવામાં આવ્યો છે.

એક સફળ અભિનેતાએ અચાનક કરેલી આત્મહત્યાથી સામાન્ય લોકોના મનમાં બોલીવુડના નેપોટિઝમ (સગાવાદ) વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. સુશાંતના મૃતદેહના ફોટા સામાન્ય લોકોમાં લીક થયા. તેથી મુંબઈ પોલીસની તપાસ પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ઊભો કરતા આ પ્રકરણની તપાસ સીબીઆઈ અથવા એસઆઈટી મારફત કરાવવામાં આવે એવી માગણી કરતી બીજી જનહિત અરજી કોલકાતા કોર્ટના વકીલ પ્રિયંકા તિબ્રેવાલે મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરી છે. આ બંને અરજીઓ પર બુધવારે મુખ્ય જજ દીપાંકર દત્તાની અધ્યક્ષતા હેઠળ ખંડપીઠ સમક્ષ પ્રાથમિક સુનાવણી પાર પડી હતી. એ સમયે હાઈ કોર્ટે આ અરજીઓ પરની સુનાવણી શુક્રવાર સુધી મોકૂફ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...