ધરપકડ:મુંબઈ એરપોર્ટ પરથી વીસ કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ આફ્રિકન નાગરિકની NCB દ્વારા ધરપકડ

ક્રુઝ પર દરોડા બાદ ભીંસમાં આવેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ લાંબા સમય પછી મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ એરપોર્ટ પરથી 3.89 કિલો હેરોઈન કબજામાં લીધું છે. આ સંબંધે દક્ષિણ આફ્રિકન નાગરિકની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

વિશ્વસનીય માહિતીને આધારે એનસીબીએ મુંબઈ એરપોર્ટ પર છટકું ગોઠવી રાખ્યું હતું. તે સમયે દક્ષિણ આફ્રિકન નાગરિક પર શંકા જતાં તેની બેગ તપાસવામાં આવી હતી, જેમાંથી3.89 કિલોનું ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન મળી આવ્યું હતું. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ રૂ. 20 કરોડની કિંમત ઊપજે છે.

જોહાનિસબર્ગ ખાતે રહેતો આરોપી ઈથિયોપિયાની રાજધાની અદિસ અબાબાથી આવ્યો હતો. તેના સામાનની બારીકાઈથી તપાસ કરતાં તેમાંથી સફેદ પાઉડર મળી આવ્યો હતો. તેનું પરીક્ષણ કરાતાં તે માદક પદાર્થ હેરોઈન હોવાનું જણાયુ હતું. આથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અગાઉ પણ આ રીતે ડ્રગ્સ લાવ્યો હોવાની શંકા છે, જે વિશે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે વિશે માહિતી આપતો નથી. તેને કમિશનની લાલચ અપાઈ હતી અને વાયા વાયા તેની પાસે આ ડ્રગ્સ આવ્યું હતું. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ એનસીબીના અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...