તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીપુરવઠો:જળાશયોમાં ભારે વરસાદથી પીવાના પાણીનું મુંબઈગરાનું ટેન્શન દૂર થયું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈને પાણીપુરવઠો કરતાં 7 જળાશયોમાં 1,86,718 મિલિયન લિટર પીવાલાયક પાણી છે

જૂન મહિનામાં જળાશયોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હોવાથી મુંબઈગરાનું પીવાના પાણીનું ટેન્શન દૂર થયું છે. જો આગામી દિવસોમાં આ રીતે જ વરસાદ ચાલુ રહેશે તો આખા વર્ષની પાણીની ચિંતા મટી જશે.મુંબઈને પાણીપુરવઠો કરતાં સાત જળાશયોમાં શુક્રવારે સવારે 6 સુધી 1,86,718 મિલિયન લિટર પીવાલાયક પાણી હતું. 2020માં તે 1,67,434 મિલિયન લિટર હતું, જ્યારે 2019માં 88,743 મિલિયન લિટર હતું. મુંબઈમાં આ જળાશયોમાંથી રોજ 3800 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે.

અપ્પર વૈતરણાની છલવાની સપાટી 603.51 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 593.24 મિલિયન લિટર પાણી છે. હમણાં સુધી તેમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે. મોડકસાગરની છલકાવાની સપાટી 163.15 મિલિયન લિટર સામે હાલ તેમાં 151.68 મિલિયન લિટર પાણી છે, જેમાં હમણાં સુધી 13 ઈંચ વરસાદ પડ્યો છે.તાનસાની છલકાવાની સપાટી 128.63 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 120.82 મિલિયન લિટર પાણી છે, જેમાં 13 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય વૈતરણાની છલકાવાની સપાટી 285.00 મિલિયન લિટર છે, જેમાં હાલ 241.32 મિલિયન લિટર પાણી છે, જેમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે.

ભાતસાની છલકાવાની સપાટી 142.07 મિલિયન લિટર છે, જેમાં હાલ 110.55 મિલિયન લિટર પાણી છે, જેમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે. વિહારની છલકાવાની સપાટી 80.12 મિલિયન લિટર છે, જેમાં હાલ 77.96 મિલિયન લિટર પાણી છે, જ્યારે 34 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે તુલસીની છલકાવાની સપાટી 139.17 મિલિયન લિટર છે, જેમાં હાલ 137.16 મિલિયન લિટર પાણી છે, જ્યારે 62 ઈંચ વરસાદ પડ્યો છે. ગત વર્ષની તુલનામાં સાતેય જળાશયોમાં સંતોષજનક પાણીનો સંગ્રહ છે. વળી, ચોમાસુ હજુ તો શરૂ થયું છે અને આગામી દિવસોમાં અતિવૃષ્ટિની આગાહી કરવામાં આવી છે, જેથી આખા વર્ષની પાણીની ચિંતા મટી શકે છે.

પાણી સાચવીને વાપરવા અનુરોધ
જળાશયોમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં સાચવીને વાપરવા માટે મહાપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સાતેય જળાશયોમાં 1 ઓક્ટોબરના રોજ 14,47,363 મિલિયન લિટર પાણીનો જથ્થો હોવો જોઈએ. તેને આધારે મહાપાલિકા દ્વારા નિર્ણય લેવાતો હોય છે. ગત બે વર્ષ જૂનમાં જળાશયોમાં વરસાદ ઓછો પડવાથી ટેન્શન હતું, જ્યારે આ વર્ષે આખા જૂન મહિનાનો ક્વોટા પ્રથમ 10 દિવસમાં જ પૂરો થયો છે.

અન્ય સમાચારો પણ છે...