હવામાન વિભાગ:રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઔરંગાબાદ, નંદુરબાર, ધુળે, નાશિક સહિત આઠ જિલ્લામાં યેલો એલર્ટ

રવી પાકના ઘઉં, તુવેર, લીલા ચણાનો પાક કાઢવામાં આવી રહ્યો છે અને રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કેરીને મહોર આવ્યા છે ત્યારે હવામાન વિભાગે ફરીથી કમોસમી વરસાદનો ઈશારો આપ્યો છે. 7મી માર્ચના રોજ ઔરંગાબાદ, નંદુરબાર, ધળે, નાશિક, જલગામ, બુલઢાણા, અમરાવતી અને અકોલા સહિત આઠ જિલ્લામાં હવામાન વિભાગે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.

આથી વિસ્તારોમાં વાદળો છવાશે અને ગડગડાટ સાથે વરસાદ પડવાની શક્યતા છે. રવી પાક હાથવેંતમાં છે અને અનેક ભાગોમાં પાક કાઢવાનું હજુ શરૂ થયું નહીં હોવાથી આ વરસાદના અંદાજને લીધે ખેડૂતોમાં ધાસ્તી છે.

હવામાન વિભાગે મંગળવારે અને બુધવારે પણ આ ભાગોમાં જોરદાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત પાલઘર, પુણે, થાણે અને અહમદનગર જિલ્લામાં વાદળિયું હવામાન રહેવાની શક્યતા છે. આ જ રીતે વરસાદનાં છૂટાંછવાયાં ઝાપટાં પડવાનો અંદાજ પણ વર્તવામાં આવ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર હાલમાં બંગાળના ઉપસાગરમાં હવાના ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો છે. આગામી બે દિવસમાં આ ક્ષેત્ર તામિલનાડુના કિનારપટ્ટી પર અફળાવાની શક્યતા છે. આથી મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ રહેશે, એમ હવામાન વિભાગે જણાવ્યું છે.

રવી પાકને નુકસાનની શક્યતા
મરાઠવાડા, વિદર્ભન અમુક જિલ્લાઓ સાથે કોંકણમાં પણ વરસાદ પડવાની શક્યતા હોવાથી રવી પાકને નુકસાન થવાનો ડર છે. આ જ રીતે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોની ખેતીની શેરડી પણ કારખાનાંઓએ તોડી નથી. તેમાં વળી હવે આ અકાળે વરસાદને લીધે આ શેરડી પણ પાણીમાં જશે કે કેમ એવો ભય ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...