તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ભારે વરસાદથી મહાપાલિકાનું વિહાર તળાવ પણ છલકાઈ ગયું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત બે વર્ષ જુલાઈમાં આ તળાવ છલકાઈ ગયું હતું

મહાપાલિકા ક્ષેત્રને પાણી પુરવઠો કરતા અને મહાપાલિકા ક્ષેત્રમાં જ આવેલાં બે તળાવોમાંથી મહાપાલિકાનુ વિહાર તળાવ 5 ઓગસ્ટ 2020ના રાત્રે 10 વાગ્યે સંપૂર્ણ ભરાઈ જતા પાણી છલકાઈને વહેવા માંડ્યું હતું. 27 હજાર 698 મિલીયન લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતું આ તળાવ ગયા વર્ષે 31 જુલાઈ 2019ના અને 2018માં 16 જુલાઈના છલકાયું હતું.

બૃહન્મુંબઈ મહાપાલિકાન પાણી પુરવઠો કરતા તળાવોમાં વિહાર તળાવ સૌથી નાના બે તળાવોમાં એક વિહાર અને બીજું તુલસી છે. વિહાર તળાવમાંથી દરરોજ સરેરાશ 90 મિલિયન લીટર પાણીનો પુરવઠો કરવામાં આવે છે. છેલ્લા થોડા દિવસોમાં આ તળાવના ક્ષેત્રમાં પડેલા વરસાદને કારણે તળાવ છલકાઈને વહેવા માંડ્યું છે એવી માહિતી મહાપાલિકાના વોટર એન્જિનિયરીંગ ખાતા દ્વારા આપવામાં આવી હતી.

બૃહન્મુંબઈ મહાપાલિકા મુખ્યાલયથી લગભગ 28.96 કિલોમીટર અંતરે આ તળાવ છે. આ તળાવનું બાંધકામ 1859માં પૂરું થયું હતું. આ તળાવના બાંધકામ માટે 65.50 લાખ રૂપિયાનો ખર્ચ એ સમયે થયો હતો. આ તળાવનું પાણી ક્ષેત્ર લગભગ 18.96 કિલોમીટર છે અને તળાવ પૂરું ભરાયેલું હોય ત્યારે ક્ષેત્રફળ લગભગ 7.26 સ્કવેર કિલોમીટર હોય છે. તળાવ પૂરું ભરાયેલું હોય ત્યારે એમાં 27 હજાર 698 મિલિયન લીટર પાણી હોય છે. આ તળાવ પૂરું છલકાઈને વહેવા માંડે પછી આ તળાવનું પાણી મિઠી નદીને જઈને મળે છે.

અન્ય સમાચારો પણ છે...