તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:સુરતથી ધબકતું હૃદય 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન સમાજે અંગદાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષવા સાથે માનવતાની મહેક ફેલાવી

અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી હ્રદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 92 મિનિટટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. 11 જૂનના રોજ દિનેશભાઈને રાત્રે બ્લડ પ્રેશર વધી જવાને કારણે શરીરમાં જમણી બાજુ લકવાની અસર થતાં નવસારીમાં ડી.એન. મહેતા પારસી હોસ્પીટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન સ્ટ્રોકને કારણે મગજમાં ડાબી બાજુ લોહી ફરતું બંધ થઇ ગયું હોવાનું નિદાન થયું હતું. આ પછી તેમને સુરતની એપલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.કે.સી. જૈનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ૧૪ જૂનના રોજ ન્યુરોસર્જન ડૉ.કે.સી. જૈન, ન્યુરોફીજીશીયન ડૉ.પરેશ ઝાંઝમેરા, નેફ્રોલોજીસ્ટ ડૉ ધનેશ વૈધ, અને એનેસ્થેટીસ્ટ ડૉ નિયતિ દવેએ દિનેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યાં.ડૉ.વિકાસબેન દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈન દિનેશભાઈના બનેવી રશ્મીનકુમારની સાથે રહી દિનેશભાઈનાં પત્ની જયાબેન, સાળા હિતેશભાઈ અને મહેશભાઈ, સાઢુભાઈ નિલેશભાઈ અને વિજયભાઈ, બનેવી રમેશભાઈ અને વિનોદભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. દિનેશભાઈના પત્ની જયાબેને જણાવ્યું કે મારા પતિ જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા. આથી મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ થઇ જવાનું છે, ત્યારે મારા બ્રેઇનડેડ પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

અન્ય સમાચારો પણ છે...