તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:પેટાચૂંટણીઓ મુદ્દે અરજી પર સુનાવણી 6 જુલાઈ સુધી મોકૂફ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના જોખમને ધ્યાનમાં રાખતા 6 મહિના માટે સ્ટે આપવા વિનંતી

રાજ્યની પાંચ જિલ્લા પરિષદો અને એના અંતર્ગત આવતી પંચાયત સમિતિમાં ઓબીસી અનામત રદ કર્યા પછી રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલ પેટાચૂંટણીઓ પર કોરોના મહામારીના જોખમને ધ્યાનમાં રાખતા છ મહિના માટે સ્ટે આપવો એવી વિનંતી કરતી અરજી રાજ્ય સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે 6 જુલાઈ સુધી સુનાવણી મોકૂફ રાખી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી અનામત રદ કરી છે.

અનામતની 50 ટકા મર્યાદા ઓળંગી અને ઓબીસીને સામાજિક તથા શૈક્ષણિક પછાતપણું સાબિત કરતી અનુભવસિદ્ધ માહિતી (ઈમ્પેરિકલ ડેટા) રજૂ ન કર્યાના કારણ પરથી આ અનામત રદ કરવામાં આવી હતી.કોર્ટના આદેશ અનુસાર રાજ્ય ચૂંટણી પંચે નાગપુર, અકોલા, વાશિમ, ધુળે અને નંદુરબાર એમ પાંચ જિલ્લા પરિષદોની તેમ જ એના અંતર્ગત આવતી પંચાયત સમિતિઓમાં ઓબીસી અનામત રદ કરીને એની જગ્યાએ પેટાચૂંટણી યોજવાનું જાહેર કર્યું. આ સીટ જાહેર પ્રવર્ગમાંથી ભરવામાં આવશે. તેથી ઓબીસી સમાજમાં અસંતોષ ફેલાયો છે.

ઓબીસીની રાજકીય અનામત ફરીથી પ્રસ્થાપિત કરવા આ વર્ગનું પછાતપણું સાબિત કરવું જરૂરી છે. આ સંપૂર્ણ માહિતી કેન્દ્ર સરકાર પાસે હોવાનો રાજ્ય સરકારનો મત છે. પણ એ કેન્દ્ર સરકાર તરફથી મળતી નથી એવી ફરિયાદ ઓબીસી નેતાઓની અને સરકારની મંત્રીઓની છે.

ચૂંટણી પંચનો નકાર
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રશ્ન પર ચર્ચા થઈને અત્યારની કોરોનાની પરિસ્થિતિ જોતા ચૂંટણીઓ યોજવી જોખમ છે. તેથી એ ઠેલવામાં આવે એવી વિનંતી રાજ્ય ચૂંટણી પંચને કરવાનું નક્કી કરવામાં આવ્યું. એ અનુસાર રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ ચૂંટણઈ પંચને પત્ર મોકલ્યો. પણ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે એમ જણાવીને પંચે સ્ટે માટે નકાર આપ્યો.

અન્ય સમાચારો પણ છે...