તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:મુંબઈ બેંક ભ્રષ્ટાચાર મુદ્દે 31 જુલાઈએ સુનાવણી

મુંબઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ બેંક ભ્રષ્ટાચાર પ્રકરણે તપાસ બંધ કરવા બાબતે આર્થિક ગુના વિભાગે દાખલ કરેલ સી સમરી અહેવાલ ફગાવી દેનારા અતિરિક્ત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ચાલતા પ્રકરણની સુનાવણી હવે 31 જુલાઈના થશે. બેંકના વિદ્યમાન અધ્યક્ષ અને વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા પ્રવીણ દરેકરે આ આદેશ વિરુદ્ધ અરજી કરી છે. આ ભ્રષ્ટાચાર પ્રકરણમાં તપાસ કરતા આર્થિક ગુના વિભાગે તપાસ બંધ કરવાની પરવાનગી માગી હતી. પણ 47મા અતિરિક્ત ચીફ મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટે આ અહેવાલ ફગાવતા પરવાનગી નકારી હતી. આ આદેશને દરેકરે પડકાર્યો છે.

આ પ્રકરણે ભાજપના એક પદાધિકારી વિવેકાનંદ ગુપ્તાએ ફરિયાદ કરી હતી. એ સમયે પ્રવીણ દરેકર મનસેમાં હતા. એ પછી તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. એ પછી ગુપ્તાએ આ ફરિયાદ પાછી ખેંચી હતી. અતિરિક્ત ચીફ મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટે સી સમરી કરવા વિરોધ ન હોવાનું જણાવ્યું હતું. જોકે આ જ પ્રકરણમાં વધુ એક ફરિયાદી પંકજ કોટેજાએ આર્થિક ગુના વિભાગના સી સમરી અહેવાલ પર વાંધો ઉઠાવ્યો હતો.

કોટેજાનું જણાવવું આર્થિક ગુના વિભાગ દ્વારા નોંધવામાં આવશે એમ હાઈ કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. પણ આર્થિક ગુના વિભાગે કોટેજાને બોલાવ્યા નહીં અને સી સમરી અહેવાલ દાખલ કર્યો. કોટેજા તરફથી એડવોકેટ પ્રદીપ હવનૂરે વાંધો ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...