તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:હવે રસી ન લેનાર આરોગ્ય કર્મીઓનું કાઉન્સેલિંગ કરાશે

મુંબઈ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બધી શંકાઓનું નિરાકરણ લાવવામાં આવશે

રાજ્યમાં મુંબઈ ઉપનગરમાં રસીકરણનું પ્રમાણ વધુ છે છતાં હજી અનેક આરોગ્ય કર્મચારીઓએ રસી મૂકાવી નથી. વોર રૂમના માધ્યમથી આ કર્મચારીઓને સતત ફોન આવે છે છતાં થોભી જાવ, પછી રસી મૂકાવશું એવો જવાબ આપવામાં આવે છે. આ કર્મચારીઓને રસીકરણનું મહત્ત્વ સમજાવવા મહાપાલિકાએ હવે રસી ન મૂકાવતા કર્મચારીઓના ઘરે જઈને તેમનું કાઉન્સેલિંગ કરવાનું નક્કી કર્યું છે. દરેક વોર્ડમાં સ્થિત વોર રૂમની આ કામમાં મદદ લેવામાં આવશે.

મહાપાલિકા હોસ્પિટલોના સંચાલક ડો. રમેશ ભારમલે જણાવ્યું કે ડોકટરોએ મોટા પ્રમાણમાં રસી મૂકાવી છે. પણ તૃતીય અને ચતુર્થ શ્રેણીના કર્મચારીઓ તરફથી મળતો પ્રતિસાદ ઓછો છે. આ પ્રતિસાદ વધે એ માટે અનેક ઠેકાણે કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. તેથી કર્મચારીઓ જે ઠેકાણે રહે છે ત્યાંના નજીકના કેન્દ્રમાં જઈને રસી મૂકાવવી શક્ય થશે. રસીકરણના બીજા તબક્કામાં જવું હશે તો પ્રથમ તબક્કો પૂરો થવો જરૂરી છે.

રસી ન મૂકાવનારા અનેક જણને રસી મૂકાવવા માટે ફરી ફરી ફોન આવે છે. છતાં તેમની રસી મૂકાવાની તૈયારી નથી. કેટલાક જણ ફોનને પ્રતિસાદ આપતા નથી. રસી મૂકાવાની તક ફરીથી નહીં આવે. બીજો તબક્કો શરૂ થયા પછી આ કર્મચારીઓને પહેલો ડોઝ આપવો, એ જ સમયે પ્રથમ તબક્કાના કર્મચારીઓને રસીકરણના બીજા તબક્કાનું નિયોજન કરવાની જવાબદારી પણ મહાપાલિકા પ્રશાસન પર છે. તેથી એક રસીકરણની પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો