તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિને રૂપિયા 100 કરોડની વસૂલીનું પ્રકરણ:60 બાર માલિકો પાસે લાખ્ખો રૂપિયા લઈને રાતભર બાર ચલાવવા દીધા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનિલ દેશમુખને હવે મંગળવારે હાજર રહેવા માટે ઈડીના સમન્સ, વસૂલી માટે નિયમોની ઐસીતૈસી કરીને છૂટછાટો આપવામાં આવી, દેશમુખ બે પુત્રની કંપનીઓના વ્યવહારોની પણ ઈડી દ્વારા તપાસ

મુંબઈમાં બારવાળાઓને નિયમોની ઐસીતૈસી કરીને આખી રાત ચાલુ રાખવા દેવાની છૂટ સામે માસિક રૂ. 100 કરોડ વસૂલ કરવાના પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના હાથમાં અનેક ગંભીર બાબતો હાથ લાગી છે, જેને લીધે આગામી સમયમાં આ પ્રકરણમાં મોટાં માથાંઓની ધરપકડની શક્યતા છે.

શનિવારે વિવિધ કારણો આપીને રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અનિલ દેશમુખ હાજર નહીં રહ્યા પછી હવે ઈડી દ્વારા તેમને ફરીથી મંગળવારે બોલાવવામાં આવ્યા છે. બીજી બાજુ દેશમુખના અંગત સહાયકો સંજીવ પાલાંડે અને કુંદન શિંદેની ધરપકડને લઈને અનેક ચોંકાવનારી માહિતીઓ બહાર આવવાની શક્યતા છે.

ઈડી દ્વારા હમણાં સુધી તપાસમાં એવું બહાર આવ્યું છે કે મુંબઈના 60 બાર માલિકોને નિયમોની ઐસીતૈસી કરીને રાતભર બાર ચાલુ રાખવાની સામે તેમની પાસેથી કરોડો રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી. બરતરફ એપીઆઈ સચિન વાઝે પાસે આ રકમ આવતી હતી, જે દેશમુખના સચિવ સુધી પહોંચાડતો હતો, જે પછી દેશમુખ પાસે પહોંચતા હતા એવો ઈડીનો આરોપ છે.

ઈડી દ્વારા દેશમુખ અને તેમના કુટુંબીઓના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરી રહી છે. આ દરમિયાન દેશમુખના પુત્ર સલીલ અને ઋષિકેશે કોલકતા ખાતે એક કંપનીમાં મોટું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ બંનેએ એક કંપનીમાં રોકાણ મોટું રોકાણ કર્યું હતું. બંને ભાઈએ માર્ચ 2019માં આ કંપની અને તેની ઉપકંપનીઓ વેચાતી લીધી હતી. ખાસ કરીને આ ચારેય ઉપકંપનીઓ આ બંનેને નામે છે. આમાં કરોડોના વ્યવહાર થયા છે.દેશમુખની નાગપુરની શ્રી સાઈ શિક્ષણ સંસ્થાને ખાતે રૂ. 4.18 કરોડ જમા થયા હતા, જે દિલ્હીની કંપની થકી થયા હતા.

આ કંપનીઓ ફક્ત કાગળ પર હોઈ પૈસા ટ્રાન્સફર કરવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું જણાયું છે. દેશમુખ પુત્રએ આ રકમ હવાલાથી મોકલીને પછી ટ્રસ્ટમાં ભરવા કહ્યું હતું એવો ઈડીનો દાવો છે. કુલ 11 કંપનીઓ પર અનિલ દેશમુખ અને કુટુંબીઓનું સીધું નિયંત્રણ હતું, જ્યારે 13 કંપનીઓ દેશમુખના કુટુંબીઓના નિકટવર્તીઓનું હોવાનું જણાયું છે.

ઈડીએ કોર્ટનું શું કહ્યું
ઈડીના વકીલોએ કોર્ટમાં કહ્યું કે હાઈ કોર્ટમાં ત્રણ જનહિત અરજી દાખલ થઈ છે. આ અરજી પરથી આપેલા આદેશને આધારે સીબીઆઈએ દેશમુખ સામે ગુનો દાખલ કર્યો છે. પીએમએલએ એક્ટ 50 અનુસાર દેશમુખનો જવાબ નોંધ્યો છે. સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆર અંતર્ગત ઈડીએ ઈસીઆર રજિસ્ટર કર્યોછે. ઈડીનો ઈસીઆર સાર્વજનિક દસ્તાવેજ નથી. ઈસીઆર દાખલ કર્યા પછી જ આરોપીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. સંજીવ પાલાંડે અને કુંદન શિંદે દેશમુખના સહાયકો છે. બાર માલિકો પાસેથી પૈસા વસૂલીનો તેમની પર આરોપ છે, એમ પણ ઈડીએ કોર્ટને
જણાવ્યું હતું.

બાર માલિકો પાસેથી વસૂલી
ડિસેમ્બરમાં સચિન વાઝેએ બાર માલિકી પાસેથી વસૂલીમાંથી રૂ. 40 લાખ સંજીવ પાલાંડેને આપ્યા હતા. વાઝેએ મુંબઈમાં બારવાળા પાસેથી રૂ. 4.80 કરોડ ભેગા કર્યા હતા. 60 બાર માલિકોને રાતભર બાર ચાલુ રાખવા સામે નાણાંની વસૂલી કરવામાં આવતી હતી. જયા શેટ્ટી અને મહેશ શેટ્ટી નામે બાર માલિકોની જુબાનીમાં આ વાત બહાર આવી હતી. વાઝેએ જવાબમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. વાઝેની સારી પોસ્ટિંગ તેને માટે જ આપવામાં આવી હતી કે કેમ તેની તપાસ કરવાની બાકી છે, એમ ઈડીના વકીલોએ જણાવ્યું હતું.

નાણાંનો મોટે પાયે વ્યવહાર
કુંદન શિંદે અને સંજીવ પાલાંડેની ઈડી દ્વારા પીએમએલએ એક્ટ અંતર્ગત ધરપકડ કરી છે. તેમની હજુ પૂછપરછ બાકી છે. નાણાંના મોટે પાયે વ્યવહાર થયા છે. આ પ્રકરણે વધુ લોકોની સંડોવણી હોવાની શંકા છે, જે બાબતે તપાસ બાકી છે, એવી દલીલ સરકારી વકીલોએ કરી હતી. શિંદે અને પાલાંડેના વકીલોએ બધા આરોપ નકારી કાઢ્યા હતા, પરંતુ મામલાની ગંભીરતા જોતાં વિશેષ પીએમએલએ કોર્ટે બંનેને 1લી જુલાઈ સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપ્યો હતો.

બાર માલિકના જવાબમાંનો નંબર 1 કોણ
દરમિયાન બાર માલિકોએ આપેલા જવાબમાં જણાવ્યું છે કે તેનાં નાણાં નંબર 1 અને ક્રાઈમ બ્રાન્ચની સમાજસેવા શાખાને જતા હતા. આથી આ નંબર 1 કોણ છે અને સમાજસેવાના અધિકારી કોણ છે એ પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...