તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેમા માલિનીનો દાવો:કોરોનાથી બચવા હવન ઉપયોગી

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાનો કહર હજુ પણ અકબંધ છે. નવા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેમ છતાં મૃત્યુ દર ચિંતાજનક છે. બીજી બાજુ બ્લેક ફંગસે પણ માઝા મૂકી છે. કોરોના પર નિયંત્રણ માટે રસીકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. જોકે રસીની અછતને લીધે ઝુંબેશમાં અવરોધ પેદા થઈ રહ્યો છે. તેમાં હવે વરિષ્ઠ અભિનેત્રી અને મથુરાનાં સાંસદ હેમા માલિનીએ અજબનો દાવો કર્યો છે.

કોરોનાથી બચાવ માટે હવન ઉપયોગી હોવાનું તેમણે જણાવ્યું છે.વૈશ્વિક પર્યાવરણ દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું. હેમા માલિનીના મુંબઈના ઘરે આ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે હેમા માલિનીએ કોરોનાથી બચવા માટે હવન ઉફયોગી હોવાનું જણાવ્યું હતું.

હેમા માલિનીએ જણાવ્યું કે ભારતમાં કોરોનાનો પ્રવેશ થયો ત્યારથી હું ધૂપ નાખીને હવન કરી રહી છું. સવારે અને સાંજે બે વાર કરું છું. આ બંને વાર ધૂપયુક્ત હવન કરવાથી ગૃહકંકાસ પણ થતો નથી. હવનમાં ઘી, નીમનાં પાન અને લોબાનનો સમાવેશ કરવો. ધૂપયુક્ત હવનને લીધે ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે.

અન્ય સમાચારો પણ છે...