તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રિમ્સ મોલમાં આગ:હરીશ સચદેવને એક દિવસ પહેલાં જ દાખલ કરાયા હતા

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્યામ ભક્તાનીને હૃદયની સમસ્યા હોવાથી મુલુંડથી સનરાઈઝમાં ખસેડાયા હતા

ડ્રીમ્સ મોલમાં આગથી ફેલાયેલા ધુમાડાને કારણે ગૂંગળામણથી મૃત્યુ પામેલા દર્દીઓના કુટુંબના માથે આભ તૂટ્યું છે. મૃતક 68 વર્ષીય હરીશ સચદેવના સંબંધીઓ હજુ પણ આઘાતમાં છે. તેમને હજુ ગુરુવારે જ પોઝિટિવ આવતાં ભાંડુપમાં ઘર નજીક સનરાઈઝમાં દાખલ કરાયા હતા. આગની જાણ થતાં મધરાત્રે કુટુંબીઓ હોસ્પિટલમાં દોડ્યા હતા.ઘટનાસ્થળે જાણ થઈ કે દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે. આથી સચદેવના કુટુંબીઓ મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલ, જમ્બો કોવિડ સેન્ટર, અગ્રવાલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. જોકે અહીં સચદેવનું નામ નહોતું.

બપોરે તેમને જાણકારી મળી કે અમુક મૃતદેહ અગ્રવાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેઓ ત્યાં પહોંચતાં તેમનો ડર સાચો પડ્યો હતો.દરમિયાન અન્ય એક 77 વર્ષીય મૃતક શ્યામ ભક્તાની સોમવારે પોઝિટિવ આવ્યા હતા. તેમને મુલુંડ જમ્બો સેન્ટરમાં દાખલ કરાયા હતા.

તેમને હૃદયની પણ સમસ્યા પેદા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવા સૂચન કરાયું હતું. આથી સનરાઈઝમાં ગુરુવારે રાત્રે 10.30 વાગ્યે દાખલ કરાયા હતા. જૂજ કલાકોમાં તેમને આગ વિશે ફોન આવ્યો હતો. તેમણે હોસ્પિટલ અને ડોક્ટરોને કોલ કર્યા પરંતુ કોઈ જવાબ નહીં મળતાં અલગ અલગ હોસ્પિટલોમાં તપાસ કરી હતી. આખરે અગ્રવાલ હોસ્પિટલમાં ભકતાનીનો મૃતદેહ હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો