તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પત્નીના માથામાં હથોડો મારી પતિની આત્મહત્યા

મુંબઈ8 દિવસ પહેલા
 • કૉપી લિંક

દારૂના રવાડે ચઢેલા પતિ તરફથી દરરોજ મારપીટ કરવામાં આવતી હોવાથી ઘર છોડી જનાર પત્નીના માથામાં હથોડો મારવાની ઘટના ડોંબીવલી પશ્ચિમમાં બની હતી. આ ઘટના પછી પતિએ ઘરની બહાર નીકળીને માલગાડી નીચે આત્મહત્યા કરી હતી. પત્નીની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. કાજલ અગરવાલ અને રાજ હર્ષ અગરવાલ દંપતિ બે સંતાન અને રાજના પિતા જોડે ડોંબીવલીમાં રહે છે. દરરોજના ઝઘડાથી કંટાળીને કાજલે છૂટા પડવાનો નિર્ણય લીધો. તેથી એ સામાન લેવા માટે પોતાના ઘરે આવી હતી. એ સમયે પતિ રાજે પાછળથી એના પર હથોડા વડે હુમલો કર્યો હતો.

જખમી કાજલે પોતાની બહેનપણીને ફોન કરીને બોલાવી લીધી. એને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી. એ પછી મુંબઈમાં નાયર હોસ્પિટલમાં એની સારવાર ચાલુ છે. પત્ની પર જીવલેણ હુમલો કરીને ઘરમાંથી નીકળેલા રાજે ભિવંડી ખાતે ખારગાવ વસઈ રોડ પર માલગાડી નીચે આત્મહત્યા કરી હોવાની માહિતી વિષ્ણુનગર પોલીસે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો