તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:હાફફકિને કોલેરા અને પ્લેગ વિરોધી રસીઓ બનાવી હતી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. વ્હાદિમિર હાફફકિન - Divya Bhaskar
ડો. વ્હાદિમિર હાફફકિન
  • આ સંસ્થાએ વિવિધ બીમારીઓ પર સંશોધન કર્યું છે

દેશમાં કોરોનાનો ફેલાવો વધી રહ્યો હોવાથી રસીકરણનું પ્રમાણ વધારવા માટે કેન્દ્ર સરકારે કોરોના વિરોધી રસીનું ઉત્પાદન વધારવા માટે મહત્ત્વનું પગલું લીધું છે. કેન્દ્ર સરકારે ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા વિકસિત કરાયેલી કોવેક્સિન સ્વદેશી રસીનું ઉત્પાદન કરવાની પરવાનગી હાફફકિન ઈન્સ્ટિટ્યૂટને આપી છે.

મુંબઈમાં પરેલ ખાતે સ્થિત આ સંસ્થાને કોરોના વિરોધી રસી વિકસિત કરવાની પરવાનગી આપવામાં આવે એવી માગણી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દ્વારા સતત કરવામાં આવતી હતી. રસી બનાવવામાં આગેવાન આ સંસ્થાએ હમણાં સુધીના ઈતિહાસમાં વિવિધ બીમારીઓ પર રસી બાબતનું સંશોધન કર્યું છે. આ સંસ્થાની સ્થાપના યુક્રેનિયમ વિજ્ઞાની વ્લાદિમિર એમ હાફફકિન દ્વારા 1899માં મુંબઈમાં કરવામાં આવી હતી. તે પૂર્વે હાફફકિન 1890થી સંશોધન કરતા હતા. તેમણે ભારતમાં તે સમયે મોટે પાયે ફેલાયેલા કોલેરા અને પ્લેગના સંક્રમણને રોકવા માટે રસી વિકસિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

1890ના દાયકામાં ભારતમાં કોલેરાનું સંક્રમણ ફેલાયું હતું ત્યારે હાફફકિને ભારતમાં મોટે પાયે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમણે કોલેરા અને પ્લેગ પર વિકસિત કરેલી રસી પ્રભાવશાળી નીવડી હતી. વ્લાદિમિર હાફફકિન યોગાનુયોગ જ ભારતમાં આવ્યા હતા. જોકે તે પછી 22 વર્ષ તેઓ ભારતમાં જ રોકાયા હતા. મૂળ યુક્રેનિયન હાફફકિનને તેઓ જ્યુ હોવાથી પ્રાધ્યાપક બનાવાયા નહોતા. આ પછી તેઓ પોતાના ગુરુ લુઈ પાશ્ચર સાથે થોડો સમય રહ્યા હતા. ત્યાં કોલેરા પરની રસી વિકસિત કરવાનો નિર્ધાર તેમણે કર્યો હતો.

પ્રાણીઓ પરના પ્રયોગ પછી તેમણે પોતાની તે રસી ટોચાવી લીધી હતી. જોકે તેની પર માનવી પરીક્ષણની પરવાનગી નકારવામાં આવી હતી.આ પછી લોર્ડ ફ્રેડરિક હેમિલ્ટન ડફરિનના માધ્યમથી તેઓ ભારતમાં પહોંચ્યા હતા. જોકે અહીં પણ તેમના સંશોધનનો મોટે પાયે વિરોધ થયો હતો. તેમની રસી ભારતમાં ઉપયોગી નહીં ઠરે એમ કહેવામાં આવ્યું. જોકે આ પછી તેમણે 42,000 લોકો પર કોલેરાની રસીનું સફળ પરીક્ષણ કર્યું. આ રસીમાં સુધારણા થઈ. આ પછી કોલેરાથી બચાવ માટે આ રસીનો ફક્ત એક ડોઝ લેવાનું પૂરતું ઠર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...