તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવેક્સિનનું ઉત્પાદન:હાફફકિન ભારત બાયોટેક સાથે 22.8 કરોડ ડોઝ ઉત્પાદન કરશે

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાફફકિન બાયોફાર્માના પરેલ સંકુલમાં કોવેક્સિનનું ઉત્પાદન કરશે

શક્ય તેટલી વહેલી તકે રસીકરણ માટે પાત્ર સમગ્ર વસતિને રસી આપવાના લક્ષ્ય સાથે કેન્દ્ર સરકારની મદદથી ઘરેલું રસી ઉત્પાદનની ગતિ સતત વધી રહી છે. આ પહેલના ભાગરૂપે, સેન્ટ્રલ બાયોટેકનોલોજી વિભાગ દ્વારા આત્મનિર્ભર ભારત 3.0 મિશન કોવિડ સુરક્ષા અંતર્ગત ત્રણ જાહેર ક્ષેત્રોની કંપનીઓને સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.

આમાં હાફફકિન બાયોફાર્માસ્યુટિકલ્સ કોર્પોરેશન લિમિટેડ- મુંબઈ, ઈન્ડિયન ઈમ્યુનોલોજી લિમિટેડ, હૈદરાબાદ અને ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજિકલ લિમિટેડ, બુલંદશહેર, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારની જાહેર ક્ષેત્રની કંપની હાફફકિન બાયોફાર્મા, ભારત બાયોટેક લિમિટેડ, હૈદરાબાદ સાથે ટેકનોલોજી સ્થાનાંતરણ વ્યવસ્થા હેઠળ કોવેક્સિન રસીના ઉત્પાદનની તૈયારી કરી રહી છે. આ ઉત્પાદન કંપનીના પરેલ સંકુલમાં થશે.

આઠ મહિનાનો સમય અપાયો
તેમણે કહ્યું કે, અમને આ કામ માટે આઠ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે અને રસીનું ઉત્પાદન પુરજોશમાં ચાલી રહ્યું છે. રસી ઉત્પાદનની પ્રક્રિયા બે તબક્કાની છે - મહત્ત્વપૂર્ણ ફાર્માસ્યુટિકલ ભાગ અને અંતિમ દવા ઉત્પાદન. રસી માટે મહત્વપૂર્ણ ફાર્માસ્યુટિકલ કમ્પોનન્ટ બનાવવા માટે અમારે બાયો સેફટી લેવલ-3 (બીએસએલ 3) સિસ્ટમ બનાવવાની જરૂર છે, જ્યારે હાફફકિન ખાતે ફિલ ફિનિશની સ્થાપના થઈ ચૂકી છે. બીએસએલ 3 એ સલામતી પ્રમાણપત્ર પ્રણાલી છે જે મુખ્યત્વે તે કાર્યસ્થળોમાં જરૂરી છે જ્યાં સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ થાય છે અન્યથા, સૂક્ષ્મજીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે અને ગંભીર બીમારીનું કારણ બને છે.

અન્ય સમાચારો પણ છે...