કાર્યવાહી:આર્થિક ભીંસમાં આવતાં જિમ ટ્રેનર ચેઈન સ્નેચર બની ગયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરીવલીમાં પોલીસે લૂંટેલા દાગીનાઓ સાથે બે જણને ઝડપી લીધા

બોરીવલી-વેસ્ટના એમએચબી કોલોની પોલીસે ચેઈન સ્નેચિંગના કેસમાં એક જિમ ટ્રેનર સહિત બે જણને ઝડપી લીધા છે, જે મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ કરીને ભાગી જતા હતા. જિમ ટ્રેનર પાસે પૈસાના અભાવે ખુલ્લેઆમ દાગીના લૂંટવાનું કામ શરૂ કર્યું હતું. પોલીસે તેની પાસેથી 2 ચેઈન, 2 મંગળસૂત્ર હસ્તગત કર્યા છે.એમએચબી પોલીસ જેને શોધી રહી હતી એની તપાસમાં જાણવા મળ્યું કે આ પહેલાં પણ આરોપીઓ સામે વસઈ રોડ રેલવે પોલીસમાં સ્નેચિંગનો ગુનો નોંધાયેલો છે, આરોપી સમીર અગાઉ મલાડમાં રહેતો હતો.

જ્યાં તે જિમ ટ્રેનર તરીકે કામ કરતો હતો. પૈસાની અછતને કારણે તે પત્ની સાથે વિરારમાં રહેવા ગયો હતો. જ્યાં તેની પાસે કોઈ કામ નહોતું અને તેને માથે દેવું હતું. શોર્ટકટમાં પૈસા કમાવા માટે જિમ ટ્રેનરે ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, જિમ ટ્રેનર સ્નેચિંગ માટે મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં ફરતો હતો.

એકાંત સ્થળે દાગીના પહેરેલી મહિલાને જોઈને પીછો કરતો. મોકો જોઈ ગળામાંથી ચેઇન અને મંગળસૂત્ર આંચકીને ભાગી જતો હતો. પોલીસે સમીર શિવાજી સાયલર (32)ના સાથી સૂરજ યાદવ (25)ની પણ ધરપકડ કરી છે. સૂરજ ચોરીનું સોનું વેચતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 2 ચેઈન અને 2 મંગળસૂત્ર જપ્ત કર્યા છે, જેની કિંમત લગભગ 1 લાખ 25 હજાર છે. આરોપીઓએ વધુ અનેક સ્નેચિંગને અંજામ આપ્યો છે, આરોપીઓની તપાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...