તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:લોકડાઉનમાં ગુટખાની દાણચોરી કરનારા ઝડપાયા, રૂ. 12 લાખનો ટ્રક પણ જપ્ત કરાયો

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનમાં દારૂની જેમ ગુટખા અને તમાકુજન્ય પદાર્થોના મોટે પાયે કાળાંબજાર થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ ક્રાઈમ બ્રાન્ચે નિષ્ફળ બનાવતાં લાખ્ખોના ગુટખા સાથે બે જણની ધરપકડ કરી છે. ખાસ કરીને આરોપીઓએ જીવનજરૂરી ચીજવસ્તુઓનો પાસ મેળવ્યો હતો, જેને આધારે તેઓ ગુટખાની દાણચોરી કરતા હતા.વિશ્વસનીય માહિતીને આધારે સોમવારે કાંદિવલી વેસ્ટમાં એમ જી રોડ હિંદુસ્તાન નાકા ખાતેથી ટ્રક આંતર્યો હતો, જેમાં તપાસ કરતાં ગુટખા, તમાકુજન્ય પદાર્થ સહિત રૂ. 39.65 લાખનો માલ હસ્તગત કરાયો હતો. ઉપરાંત રૂ. 12 લાખનો ટ્રક પણ જપ્ત કરાયો હતો. આ સંબંધે બે જણની ધરપકડ કરવામાં આવી છે.આરોપીમાં એક માલવણી રાઠોડીનો અને બીજો નાલાસોપારા પૂર્વ ગોરાઈ નાકાના રહેવાસીનો સમાવેશ થાય છે. બંને કાળાંબજારમાં વેચવા માટે આ જથ્થો લાવ્યા હતા. તેમની સાથે કોણ સંકળાયેલું છે અને આટલો બધો માલ ક્યાંથી લાવ્યા તેની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો