તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:મુંબઈના બજારોમાં ગુજરાતના સફેદ કાંદાનું ધુમ વેચાણ રહ્યું છે

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સફેદ કાંદા સસ્તા હોવાથી લાલ કાંદાના ભાવ પણ ગગડ્યા

મુંબઈની છૂટક ફળ અને શાકભાજી મારકેટમાં આવેલા સફેદ કાંદાએ ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે. વિક્રેતાઓ એને ગાવઠી કાંદા તરીકે જણાવે છે. જો કે આ કાંદા ગુજરાતથી આવેલા છે. સરખામણીએ એ સસ્તા હોવાથઈ રાજ્યના લાલ કાંદાઓ ભાવ ગગડી ગયા છે એવો દાવો વિક્રેતાઓ કરે છે. એકબે દિવસથી શહેરની મોટા ભાગની બજારોમાં વિક્રેતાઓ પાસે લાલ કાંદાની સાથે સફેદ કાંદા વેચાી રહ્યા છે. હોલસેલ બજારમાં 2000 રૂપિયે ક્વિન્ટલ મળતા આ સફેદ કાંદા છૂટક બજારમાં 30 થી 40 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. સાથે જ લાસલગાવ, નિફાડ, જુન્નર, મંચર વગેરે ઠેકાણેથી હોલસેલ બજારમાં આવતા કાંદા છૂટક બજારમાં 50 થી 60 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.

ગુજરાતના ભાવનગર સહિત અન્ય ભાગોમાં સફેદ કાંદાનું ઉત્પાદન થાય છે. આ કાંદાની નિકાસ થતી નથી. તેથી સ્થાનિક બજારમાં એનું વેચાણ થાય છે. આ વર્ષે સફેદ કાંદાનું ઉત્પાદન પ્રમાણ કરતા વધારે થયું અને ત્યાંના હોલસેલ વિક્રેતાઓએ અન્ય રાજ્યોમાં માલ મોકલવાની શરૂઆત કરી એવી માહિતી મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના હોલસેલ વેપારીઓ આપે છે. ગ્રાહકોને સ્વાદ કરતા કિંમત મહત્ત્વની હોય છે. સરખામણીએ સસ્તા સફેદ કાંદાનું વેચાણ વધુ થઈ રહ્યું છે. પરિણામે લાલ કાંદાના ભાવ ગગડ્યા છે. ગુજરાતના કાંદાની આવક સીમાના ભાગોમાં વધુ થાય છે પણ અત્યારે મુંબઈ શહેર સહિત અન્ય બજારોમાં પણ ત્યાંના કાંદાની આવક વધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો