તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુ:મીરા રોડમાં ગુજરાતીનું તણાઈ જતાં મોત, અનેકનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મીરા રોડમાં મીરા ગાવઠણ વિસ્તારમાં મહાજનવાડી વિસ્તારમાં બુધવારે સવારે મુશળધાર વરસાદને લીધે અનેકનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં હતાં. તેમાં એક ગુજરાતીનું પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ થયું હતું.

મૃતકને રાકેશ હરસોરા (48) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો, લુહાર સુતાર જ્ઞાતિના રાકેશભાઈ ઘરની બહાર રાખેલી બાઈક ધસમસતા વહેતા પાણીમાં તણાઈ નહીં જાય તે માટે બાઈકને બાંધવા બહાર નીકળ્યા, પરંતુ પાણી એટલું જોરથી વહેતું કે તેઓ તણાઈ ગયા હતા.આ પછી ઘરથી એક કિલોમીટર દૂર તેમનો મૃતદેહ ઘરની સામેથી પસાર થતા નાળામાંથી મળી આવ્યો હતો. આ ઘટના એટલી પલકવારમાં બની ગઈ હતી કે બધા જોતાં રહી ગયા હતા. આમ પણ પાણી એટલું જોરથી વહેતું હતું કે કોઈ કશું કરે એમ નહોતા.

અન્ય સમાચારો પણ છે...