અકસ્માતે મોત:સેન્ટ જ્યોર્જની લિફ્ટ દુર્ઘટનામાં ગુજરાતી મહિલાનું મોત નિપજ્યું, ડોક્ટરોએ તપાસીને 11.15 વાગ્યે મૃત ઘોષિત કરી

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળ મુંબઈમાં ફોર્ટ સ્થિત સેન્ટ જ્યોર્જ હોસ્પિટલની 43 વર્ષની મહિલા કર્મચારી ગીતા પ્રવીણ વાઘેલા બુધવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલની લિફ્ટમાં સર્જાયેલી વિચિત્ર દુર્ઘટનામાં મૃત્યુ પામી હતી. આ ઘટનામાં એમઆરએ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું હતું કે, મૃતક મહિલા 2015થી હોસ્પિટલમાં કાર્યરત હતી. તે સાફસફાઈનું કામ કરતી હતી. તે મીરા રોડ પૂર્વના નિત્યાનંદ નગરના ગૌરવ ગેલેક્સીમાં રહેતી હતી અને કોરોનાવાઈરસ (કોવિડ -19) વોર્ડમાં ફરજ પર હતી. તેનો મૃતદેહ હોસ્પિટલના બીજા માળે ઊભેલી લિફ્ટની અંદરથી મળી આવ્યો હતો. તેના માથામાં ફ્રેક્ચર થયેલું હતું.હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. આકાશ ખોબ્રાગડેએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે આ લાકડાની લિફ્ટમાંથી ગીતા ઉપર જતી હતી. તે સમયે લિફ્ટની એક તૂટેલી પ્લાયમાંથી બહાર ડોકિયું કરવા જતાં લિફ્ટનો લોખંડનો રોડ તેના માથામાં જોરથી લાગ્યો હતો, જેમાં ઈજા પહોંચી હતી. આ વાતની જાણ થતાં તેને ડોક્ટરોએ તપાસીને 11.15 વાગ્યે મૃત ઘોષિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...