તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:રસીકરણ કેન્દ્રમાં ગુજરાતી વરિષ્ઠ નાગરિકનું મૃત્યુ થયું, પ્રાથમિક સારવારની સુવિધા નહીં હોવાથી આક્રોશ

મુંબઇ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વસઈ-વિરાર મહાપાલિકાના નાલાસોપારા ખાતેના આરોગ્ય કેન્દ્રમાં રસી મુકાવવા ગયેલા એક 63 વર્ષના વરિષ્ઠ નાગરિકનું મૃત્યુ થયું હતું. તડકાને લીધે ચક્કર આવતા પડી જવાથી એનું મૃત્યુ થયાની માહિતી મહાપાલિકાના ડોકટરોએ આપી હતી. જો કે આ કેન્દ્રમાં એમ્બ્યુલન્સ અને પ્રાથમિક સારવારની સુવિધા ન હોવાથી મૃત્યુ થયાનો આરોપ ઉપસ્થિત નાગરિકોએ કર્યો છે.

નાલાસોપારા પશ્ચિમમાં પાટણકર પરિસરમાં રહેતા હરીશભાઈ પંચાલ શુક્રવારે સવારના 10 વાગ્યાના સુમારે આ જ પરિસરમાં આવેલ મહાપાલિકાના રસીકરણ કેન્દ્રમાં રસી મૂકાવવા ગયા હતા. તેઓ નામની નોંધણી કરાવવા લાઈનમાં ઊભા હતા ત્યારે અચાનક ચક્કર આવ્યા અને પડી ગયા હતા. તેમને નજીકની મહાપાલિકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ મૃત ઘોષિત કર્યા હતા. આ સમયે હરીશભાઈની સાથે લાઈનમાં ઊભા રહેલા નાગરિકોએ માહિતી આપતા જણાવ્યું કે રસીકરણ કેન્દ્રમાં એમ્બ્યુલન્સ નહોતી. જે એમ્બ્યુલન્સ હતી એ ફક્ત ડોકટરોને લઈ જવા અને લઈ આવવા માટે જ હતી. એમાં ઓક્સિજનની કોઈ સુવિધા નહોતી. તેથી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીને લઈ જવા ના પાડી હતી. આ ઠેકાણે ઉપસ્થિત સામાજિક કાર્યકર્તા નિમેશ વસાએ મામલામાં વચ્ચે પડીને એમ્બ્યુલન્સમાં હરીશભાઈને લઈ જવા માટે ફરજ પાડી હતી.

રસી લેતાં પહેલાં મૃત્યુ
આ દર્દીને પહેલેથી જ ડાયાબિટીસ હતો. તમામ આરોગ્ય કેન્દ્રોમાં એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. રસી લેવા પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું એમ વસઈ-વિરાર મહાપાલિકાના મેડિકલ અધિકારી ડોકટર સુરેખા વાળકેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...