તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક રશ્મીકાંત રાવલનું નિધન

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક રશ્મીકાંત રાવલનું બુધવારે સાંજે 6 વાગ્યાના સુમારે હૃદયરોગના ભારે હુમલાને કારણે નિધન થયું હતું. તેમની ઉંમર 57 વર્ષ હતી. ગોરાઈ સ્મશાનભૂમિમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. બોલિવુડ અને ઢોલિવુડના વિખ્યાત સર્જક રવિન્દ્ર દવેના સંબંધી રશ્મીકાંત રાવલે વિભાકર મહેતાના સહાયક તરીકે ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ નાનાલાલ ભટ્ટ, સુભાષ શાહ સાથે અને અન્ય ફિલ્મોમાં સહાયક કે સેકન્ડ યુનિટના દિગ્દર્શક તરીકે કામ કર્યું.

મુંબઈમાં બોરીવલીના ગોરાઈ પરિસરમાં રહેતા રશ્મીકાંત રાવલના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રી છે. સહાયક દિગ્દર્શક તરીકે સ્વપ્ન કિનારે, એક કિરણ આશાનું, સુરી જેવી સુપરહિટ ટીવી સિરિયલો કરી. સ્વતંત્ર દિગ્દર્શક બન્યા બાદ વાગ્યા પ્રીત્યુના ઢોલ, આવજો અને અમે એક ડાળના ફૂલ જેવી હિટ ફિલ્મો આપી.

તાજેતરમાં તેઓ જાન્હવી – બિન્દાસ ક્વીન નામની ગુજરાતી વેબ સિરીઝ બનાવી રહ્યા હતા. ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીના ટોચના કલાકારો સાથે તેઓ કામ કરી ચુક્યા હતા. ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોમાં પણ સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો