તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:જી.ટી. હોસ્પિટલમાં તૂટેલો હાથ જોડવાનું અજોડ ઓપરેશન પાર પડ્યું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓર્થોપેડિક અને પ્લાસ્ટિક સર્જન દ્વારા અગિયાર કલાક ઓપરેશન ચાલ્યું

જી.ટી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં અજિતકુમાર નામના વ્યક્તિના તૂટેલા હાથને જોડવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓર્થોપેડિક સર્જને તૂટલો હાથ જોડ્યો હતો. એ પછી રક્તવાહિનીઓ જોડવાનું કામ કરવામાં આવ્યું જે એક પડકાર હતો.

પ્લાસ્ટિક સર્જને એનું કામ કર્યું. અગિયાર કલાક સુધી આ હાથ જોડવાનું ઓપરેશન ચાલ્યું હતું. કોરોનાના સમયમાં દેશમાં આ અજોડ ઓપરશન હોવાનું જે.જે. હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું. ભાયખલા રેલવે સ્ટેશનમાં 16 માર્ચના કામ પર જવા માટે દોડતી લોકલમાં ચઢવાનો પ્રયત્ન કરનાર અજિત પ્લેટફોર્મ પર પડ્યો હતો. એનો હાથ લોકલ નીચે આવી જવાથી કોણીથી તૂટી ગયો. એનો તૂટેલો હાથ અને અજિતને લઈને ભાયખલા રેલવે સ્ટેશનના કર્મચારીઓ જે. જે. હોસ્પિટલના અકસ્માત વિભાગમાં પહોંચ્યા હતા. ત્યાં ઓપરેશન થિયેટર રિપેરીંગ માટે બંધ હોવાથી જી.ટી. હોસ્પિટલમાં ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઓર્થોપેડિક સર્જને તૂટેલો હાથ જોડી આપ્યો હતો. પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેંટના ચીફ ડોકટર ચંદ્રકાંત ઘારવાડે, સહયોગી પ્રોફેસર ડો. યોગેસ જયસ્વાલ, ડો. નિતીન મોકલે જોડેલા હાથને આકાર આપવાનું કામ શરૂ કર્યું. અગિયાર કલાક પછી ઓપરેશન પૂરું થયું છતાં આ કામ ખૂબ મુશ્કેલ હતું. એ જ રાત્રે મોડેથી અજિતકુમારને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. લગભગ 21 દિવસ ડોકટરોએ એનું ઘણું ધ્યાન રાખ્યું હતું. દરમિયાનના સમયમાં અજિતને કોરોનાનું સંક્રમણ થયાનું જણાયું. તેથી એને સેંટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં પાંચ દિવસ એની સારવાર કર્યા પછી એ કોરોનામુક્ત થયો હતો અને ફરીથી જે. જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

અજિત પર દરરોજ ડ્રેસિંગ કરવામાં આવે છે. હવે એનો હાથ પૂર્વવત થયો હોવાથી ટૂંક સમયમાં ઘરે જવાની રજા આપવામાં આવશે. થોડા દિવસો પછી કેટલાક નાના ઓપરેશન કરવા માટે એણે હોસ્પિટલમાં આવવું પડશે એમ ડો. ઘારવાડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...