તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં ફેરફારની અસર:મુંબઈમાં ગ્રીનહાઉસનું ઉત્સર્જન 34.3 મિલિયન ટન, 71 ટકા યોગદાન ઊર્જાનું

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં પૂર અને વધતું તાપમાન મોટો પડકાર, રેઢિયાળપણું થશે તો આગામી દાયકામાં શહેર રહેવા માટે યોગ્ય નહીં રહે

વાતાવરણમાં ફેરફારની અસર સૌથી વધુ જોખમ ધરાવતા શહેરોમાંથી મુંબઈ એક શહેર છે. મુંબઈની પ્રથમ વાતાવરણ કૃતિ રૂપરેખાનો શુભારંભ રાજ્યના પર્યાવરણ, પર્યટન અને રાજશિષ્ટાચાર મંત્રી આદિત્ય ઠાકરેએ કર્યો હતો. આ રૂપરેખા ભવિષ્યમાં વધુ સારું નિયોજન અને વધારો રાખતા, વાતાવરણ સાથે અનુકૂળતા, જોખમ ઓછા કરવા અને સક્ષમતાની ખાતરી આપે છે. ડિસેમ્બર 2020માં મુંબઈ સી-40 શહેરોના ગ્રુપમાં (સી-40 સિટી નેટવર્ક) સહભાગી થવાથી શહેરની વાતાવરણ કૃતિ રૂપરેખા 2021ના અંતમાં તૈયાર થશે.

સી-40ના માર્ગદર્શક ધોરણ અને મહત્ત્વકાંક્ષી ધોરણોને અનુસરીને આ રૂપરેખા તૈયાર થઈ રહી છે. મુંબઈ મહાપાલિકા, વર્લ્ડ રિસોર્સેસ ઈન્સ્ટિટ્યૂટ ઈંડિયાના ટેકનિકલ સહયોગથી આ રૂપરેખા વિકસિત કરવામાં આવી રહી છે. વર્લ્ડ રિસોર્સેસ ઈન્સ્ટિટ્યૂટ ઈંડિયા એમાં નોલેજ પાર્ટનર તરીકે કાર્યરત છે. નિષ્ણાતો અને નાગરિકો પાસેથી સૂચના સ્વીકારવા ઠાકરેએ મુંબઈ વાતાવરણ કૃતિ રૂપરેખા (એમકેપ)ની વેબસાઈટ લોન્ચ કરી હતી. એના દ્વારા નિષ્ણાતો અને નાગરિકો તેમની સૂચના, ભલામણો 20 સપ્ટેમ્બર 2021 સુધી મોકલી શકશે.

મુંબઈ વાતાવરણ કૃતિ રૂપરેખા અંતર્ગત સંકલ્પનામાં 6 કૃતિ માર્ગ, ઉપાય નવેમ્બર 2021 સુધી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વાતાવરણ ફેરફાર પરિષદની (યુનાઈટેડ નેશન્સ ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ) નજીકના સમયમાં તૈયાર થશે. આ સમય કરી દેખાડવાનો છે. એમાં રેઢિયાળપણું થશે તો આગામી દાયકામાં મુંબઈ શહેર રહેવા માટે યોગ્ય નહીં રહે. મુંબઈની વિકાસ રૂપરેખાની અમલબજાવણી કરવા સાથે વાતાવરણ ફેરફાર બાબતે કૃતિ મુખ્ય પ્રવાહમાં લાવવાથી શહેરની કુદરતી રચનાનું સંરક્ષણ, સંવેદનશીલ સમૂહની સક્ષમતા વધારવી અને શહેરની સમૃદ્ધિમાં વધારો થવો શક્ય થશે.

શહેરના ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં અસરકારક ઘટાડો કરી શકાશે. વાતાવરણમાં ફેરફારનો પડકાર ઝીલવા વ્યાપક અને સર્વસમાવેશક ધોરણ તૈયાર કરવું એ રૂપરેખાનો મુખ્ય ઉદ્દેશ હશે. એના માટે વાતાવરણમાં ફેરફારનું જોખમ ઓછું કરતા નક્કર, અસરકારક અને સર્વસમાવેશક અનુકૂળ ધોરણ સ્વીકારવામાં આવશે એમ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.

મુંબઈ વાતાવરણ કૃતિ રૂપરેખા
આ રૂપરેખા છ પ્રકારના કૃતિ માર્ગ પર, ઉપાય પર લક્ષ્ય કેન્દ્રિત કરે છે જેનાથી વિવિધ ક્ષેત્રો મુજબ જોખમ ઓછું કરવા અનુકૂળ વિશિષ્ટ ધોરણના કારણે અમલબજાવણી કરવા જેવું વાતાવરણ પ્રકલ્પ શહેરની સક્ષમતામાં મદદ કરશે. ઘનકચરાનું શાશ્વત વ્યવસ્થાપન, શહેરની લીલોતરી અને જૈવવિવિધતા, શહેરમાં પૂર અને જળસ્ત્રોતોનું વ્યવસ્થાપન, ઉર્જા કાર્યક્ષમતા ઊભી કરવી, સ્વચ્છ હવા અને શાશ્વત પરિવહન યંત્રણા એમ છ સંકલ્પનાઓ કૃતિ માર્ગ છે. રૂપરેખાની રજૂઆત માટે મુંબઈમાં ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ વૈશ્વિક ધોરણનો ઉપયોગ કરીને કાઢવામાં આવ્યું છે.

એ અનુસાર 2030 અને 2050માં ઉત્સર્જન ઓછું કરવાના ધોરણનો માર્ગ શોધ્યો છે. વાતાવરણમાં ફેરફાર પડકારોની પરિસ્થિતિ અનુસાર શહેરની સંવેદનશીલતા મૂલ્યાંકન માટે સેટેલાઈટ ફોટાઓનો ઉપયોગ કરીને ગંભીર જોખમી ઘટક શોધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...