તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિધાન પરિષદની ખાલી રાજ્યપાલ નિયુક્ત 12 બેઠકો પર રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારે 12 જણનાં નામની ભલામણ કરીને બે મહિના વીતી જવા છતાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નહીં હોવાથી રાજ્ય સરકારમાં અસ્વસ્થતા છે ત્યારે રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર અને હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ મુદ્દા પરથી કોશ્યારીને ઈશારો આપ્યો છે.
વિધાન પરિષદની રાજ્યપાલ નિયુક્ત 12 બેઠક પર બે મહિના પૂર્વે જ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારે નામોની ભલામણ કરી છે. જોકે રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે સંબંધ જોતાં રાજ્યપાલે તેની પર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આથી હવે આ મુદ્દા પરથી મહાવિકાસ આઘાડીના નેતાઓએ ખુલ્લંખુલ્લા નારાજી વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે અને રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે આ સંબંધમાં નારાજી વ્યકત કરી છે.
બીજી બાજુ શિવસેનાના સાંસદ સંજય રાઉતે તો આ મુદ્દા પરથી સીધા કોર્ટમાં મામલો લઈ જવાનો ઈશારો આપ્યો છે. રાજ્યપાલે અમને કોર્ટમાં જવાની ફરજ નહીં પાડવી જોઈએ, એમ રાઉતે જણાવ્યું છે.રાજ્યપાલ બંધારણીય પદ છે, પરંતુ રાજ્યપાલ આ રીતે બંધારણ વિરુદ્ધ વર્તણૂક કરતા હોવાનું પણ રાઉતે જણાવ્યું હતું. વિધાન પરિષદમાં નિયુક્ત કરવામાં આવનારા 12 વિધાનસભ્યોની નિયુક્તિ રાજકીય નહીં હોઈ રાજ્ય સરકારે રાજ્યપાલને 12 નામોની ભલામણ કરી છે.
આ યાદીને માન્યતા આપવી રાજ્યપાલ માટે બંધનકારક હોવા છતાં રાજ્યપાલે તેની પર કોઈ નિર્ણય લીધો નથી. આથી તેમણે અમને કોર્ટમાં જવાની ફરજ નહીં પાડવી જોઈએ, એવો ઈશારો આપતાં કેન્દ્ર સરકરે મહારાષ્ટ્રના રાજ્યપાલને પાછા બોલાવી લેવા જોઈએ એવી માગણી પણ રાઉતે કરી છે.
મહાવિકાસ આઘાડીએ આ 12 નામોની ભલામણ કરી
મહાવિકાસ આઘાડીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાંથી એકનાથ ખડસે (સમાજસેવા અને સહકાર), રાજુ શેટ્ટી (સહકાર અને સમાજસેવા), યશપાલ ભિંગે (સાહિત્ય), આનંદ શિંદે (કલા), કોંગ્રેસ વતી રજની પાટીલ (સમાજસેવા ને સહકાર), સચિન સાવંત (સમાજસેવા અને સહકાર), મુઝફ્ફર હુસૈન (સમાજસેવા), અનિરુદ્ધ વણકર (કલા), શિવસેના વતી ઊર્મિલા માતોંડકર (કલા), નીતિન બાનગુડે પાટીલ, વિજય કરંજકર, ચંદ્રકાંત રઘુવંશીનો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.