તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસુ સત્ર:12 વિધાનસભ્યની યાદી છૂટી કરાવવા માટે સરકારનો પ્લાન

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલ પાસે યાદી કઢાવવા ભાજપના 12 વિધાનસભ્યોનું સસ્પેન્શન

રાજ્ય વિધાનમંડળના ચોમાસુ સત્રમાં શાસકોને ભીંસમાં લેવા માટે વિપક્ષે વિવિધ આયુધો સજાવ્યાં હતાં, પરંતુ ઓબીસી અનામતને મામલે સંજોગો એવા સર્જાયા કે તે સમયે વિધાનસભામાં અધ્યક્ષ તરીકે બેઠેલા શિવસેનાના ભાસ્કર જાધવે ભાજપના વિધાનસભ્યોની આક્રમકતાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતાં ગેરવર્તન માટે 12 વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા.

તે સમયથી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ છેલ્લા 8 મહિનાથી શાસકોએ મોકલેલી વિધાન પરિષદમાં 12 વિધાનસભ્યોની નિયુક્તિની યાદી રોકી રાખી છે તે કઢાવવા જ સરકારે જેવા સાથે તેવા ન્યાયે ભાજપના 12 વિધાનસભ્યોની વિકેટ એક જ બોલમાં પાડી દીધી હોવાની ચર્ચા છે.ભાજપના 12 વિધાનસભ્યોને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની પાછળ રાજ્યપાલે 12 વિધાનસભ્યોની નિયુક્તિનો માર્ગ મોકળો કરવો એવી એક હાથે લો અને બીજા હાથે આપો પદ્ધતિની ભૂમિકા સરકાર લઈ શકે છે એવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે.

રાજ્યપાલે રોકેલી યાદીમાં કોનાં નામ છે
કોંગ્રેસના સચિન સાવંત, રજની પાટીલ, મુઝફ્ફર હુસૈન, અનિરુદ્ધ વનકર, રાષ્ટ્રવાદીના એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, યશપાલ ભિંગે, આનંદ શિંદે, શિવસેનાના ઊર્મિલા માતોંડકર, નીતિન પાટી, વિજય કરંજકર, ચંદ્રકાંત રઘુવંશીનાં નામો યાદીમાં છે.

કયા 12 વિધાનસભ્ય સસ્પેન્ડ થયા
ભાજપના અભિમન્યુ પવાર, આશિષ શેલાર, અતુલ ભાતખલકર, જયકુમાર રાવલ, રામ સાતપુતે, ગિરીશ મહાજન, સંજય કુટે, નારાયણ કુચે, પરાગ અલવણી, હરીશ પિંપળે, નારાયણ કુચે, કીર્તિકુમાર ભાંગડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...