તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આઈપીએસ રશ્મિ શુક્લાન રિપોર્ટ સીબીઆઈને આપવા સરકાર તૈયાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમુખ વિરુદ્ધ તપાસ સંબંધમાં CBIએ રિપોર્ટ માગ્યો

મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે મુંબઈ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તે પોલીસ ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં કથિત ભ્રષ્ટાચાર અંગે આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લા દ્વારા રજૂ કરાયેલો રિપોર્ટ સીબીઆઈને આપશે. રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામેની તપાસના સંદર્ભમાં સીબીઆઈને આ રિપોર્ટની જરૂર છે. રાજ્ય સરકાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ રફીક દાદાએ ન્યાયમૂર્તિ એસ એસ શિંદે અને એન જે જમાદારની ડિવિઝન બેન્ચને કહ્યું કે આ દસ્તાવેજો 31 ઓગસ્ટ સુધીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવામાં આવશે.

કોર્ટ આ દસ્તાવેજો આપવા માટે સીબીઆઈની અરજી પર સુનાવણી કરી રહી હતી. સીબીઆઇએ દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર ચોક્કસ દસ્તાવેજો સોંપવાનો ઇનકાર કરીને સહકાર આપી રહી નથી. કથિત ભ્રષ્ટાચાર અને સત્તાવાર હોદ્દાના દુરુપયોગ બદલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા દેશમુખની તપાસ માટે એજન્સીને આ દસ્તાવેજોની જરૂર છે.અગાઉ, રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે સીબીઆઈ દ્વારા માગવામાં આવેલા દસ્તાવેજો દેશમુખ સામેની તપાસ સાથે સંબંધિત નથી.

બેન્ચે આ મહિનાની શરૂઆતમાં સરકારને પુનર્વિચાર કરવા અને તે જણાવવા કહ્યું હતું કે શું તે ચોક્કસ દસ્તાવેજો શેર કરવા તૈયાર છે કે નહીં.સીબીઆઈ દ્વારા માગવામાં આવેલા દસ્તાવેજોમાં શુક્લા દ્વારા મહારાષ્ટ્રના પોલીસ પ્રમુખને સુપરત કરાયેલો પત્ર, પોલીસ ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં કથિત ભ્રષ્ટાચાર અંગેનો અહેવાલ, અહેવાલ સાથેનું બીડાણ અને પંચનામાં દર્શાવે છે કે દસ્તાવેજો એક વિભાગમાંથી બીજા વિભાગમાં કેવી રીતે પસાર કરવામાં આવ્યા.

બંને બાજુ જોરદાર દલીલો : રફીક દાદાએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે પંચનામા રિપોર્ટ રજૂ કરી શકાતો નથી, કારણ કે તે પોલીસ તપાસનો એક ભાગ છે. સીબીઆઈ તરફથી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, અહેવાલ રજૂ કરવાના સંબંધમાં થયેલી કામગીરીને જોવા માટે પંચનામાની જ જરૂર છે. જોકે, દાદાએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે દેશમુખ સામેની તપાસમાં તેની કોઈ સુસંગતતા નથી.

31 ઓગસ્ટ સુધી રિપોર્ટ અપાશે
હાઇ કોર્ટે 31 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ શેર કરવા અંગે સરકારના નિવેદનની નોંધ લીધી અને આ મામલે આગામી સુનાવણી માટે 2 સપ્ટેમ્બર પર રાખી છે. તેમણે કહ્યું કે આ મુદ્દાઓ પહેલા કોર્ટમાં ન આવવા જોઈએ. તમારા બંને (રાજ્ય અને સીબીઆઈ)ને આ બાબતો માટે કોર્ટમાં આવવાની જરૂર નથી. ઘણા પ્રસંગોએ, રાજ્ય અને સીબીઆઈએ ખાસ કરીને આંતરરાજ્ય મુદ્દાઓ અને અન્ય ગુનાઓ અંગે દસ્તાવેજો અને માહિતી શેર કરી છે. બેન્ચે કહ્યું કે આઝાદી બાદથી મહારાષ્ટ્રની પ્રતિષ્ઠા અને કામગીરી હંમેશા અન્ય રાજ્યો કરતા સારો રહ્યો છે. આપણે તેને ચાલુ રાખવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...