આઘાડી સરકારમાં ભિન્નમત અને તેની વીજ કંપની મહાવિતરણની ગેરવ્યવસ્થાને લીધે આખું રાજ્ય પરસેવાથી રેબઝેબ થઈ રહ્યું છે ત્યારે એએક આંચકાજનક માહિતી બહાર આવી છે. રાજ્યમાં વીજની અછતની ફક્ત કાગારોળ કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવમાં રોજ 3321 મેગાવેટ વીજ સરપ્લસ હોવાનું રાજ્ય વીજ નિયા મક પંચે અહેવાલમાં જણાવ્યું છે. ખાસ કરીને રોજ વીજની અછત 400થી 1300 મેગાવોટ હોવાની મહાવિતરણની આંકડાવારી કહે છે ત્યારે સરકાર તરફથી 3000 મેગાવેટની તૂટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પંચ દરેક પાંચ વર્ષે અહેવાલ રજૂ કરે છે. 2020ના અહેવાલ અનુસાર 2022-23 વર્ષમાં રાજ્યમાં 23,961 મેગાવેટ વીજનિર્મિતી થવાની હોઈ 20,640ની માગણી રહેશે. આ મુજબ આજની તારીખે રાજ્યમાં રોજ 3321 મેગાવેટ વીજ વધારાની છે, એમ પંચનું કહેવું છે. પંચ અનુસાર 2020- 2025 સુધી રાજ્યમાં વીજની અછત જણાશે નહીં.મહાવિતરણ વીજ નિર્મિતી અને માગણીનો રોજ અહેવાલ બનાવે છે. રાજ્ય ભાર પ્રેષણ કેન્દ્રના અહેવાલ અનુસાર 6 એપ્રિલે મહત્તમ 467 મેગાવેટ, 7 એપ્રિલે 886.9, 9 એપ્રિલે 838, 11 એપ્રિલે 781 અને 12 એપ્રિલે 1315 મેગાવેટ વીજકાપ થયાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે રવિવારે રજા હોવાથી શૂન્ય વીજકાપ હોવાનું આ અહેવાલ કહે છે. વાસ્તવમાં રાજ્યના અમુક ભાગોમાં દરરોજ કમસેકમ 2થી 4 કલાક વીજકાપ કરવામાં આવે છે.પાડોશી રાજ્યો પાસેથી વીજ ખરીદી કરવા હાલમાં જ મહાવિતરણે કરાર કર્યા હતા. 760 મેગાવેટમાંથી હાલમાં 415 મેગાવેટ અન્ય રાજ્યો પાસેથી મહારાષ્ટ્રના પ્રાપ્ત થઈ રહી છે. આમ છતાં ઊર્જામંત્રી 3000 મેગાવેટની તૂટ હોવાનું કહે છે. આને કારણે મહાવિતરણે રાજ્યમાં સર્વત્ર વીજકાપ શરૂ કર્યો છે.
કોલસાની કૃત્રિમ અછત નિર્માણ કરીને વીજ સમસ્યા બતાવવાનું કારસ્તાન રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર કરી રહી હોવાનો આરોપ ભાજપના પ્રદેશ મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેયે જણાવ્યું હતું. રાજ્ય સરકારે ઊર્જા વિભાગને 20,000 કરોડ આપવા જોઈએ એવી માગણી માજી ઊર્જામંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ કરી છે. ઊર્જામંત્રી નીતિન રાઉતના સૂરમાં સૂર મિલાવ્યો છે.
ગળતરના 15 ટકા વીજનો ભ્રષ્ટાચાર
દરમિયાન પૂરતી છે. જોકે ગેરવ્યવસ્થાપન અને ભ્રષ્ટાચારને લીધે વીજકાપ લાદવામાં આવે છે. ગળતર 15 ટકા અને કૃષિપંપનો વીજ વપરાશ 30 ટકા બતાવવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ ઊલટી છે. ગળતર 30 ટકા હોઈ તેમાંથી 15 ટકા વીજ ભ્રષ્ટાચાર માર્ગે વેચવામાં આવે છે. આને કારણે વીજકાપ નાગરિકોને માથે આવે છે, એવો રોપ વીજ નિષ્ણાત પ્રપતાપ હોગોડે (ઈચલકરંજી) દ્વારા કરાયો છે.
એનટીપીસી પાસેથી 550 મેગાવોટ
છેલ્લા પખવાડિયાથી મહાવિતરણની રાજ્ય માટે વીજની માગણી 24,500થી 24,800 મેગાવેટ પર પહોંચી છે. રાતના સમયમાં 22,500થી 23,000 મેગાવેટ વીજની માગણી છે. કુલ પુરવઠો અને માગણીમાં 1000થી 1500 મેગાવેટની તૂટ છે. આને કારણે રાજ્ય પર વીજ સંકટ આવ્યું છે. જોકે એનટીપીસી પાસેથી 550 મેગાવેટ વીજ ઉપલબ્ધ થવાની હોવાથી વીજકાપનું સંકટ હાલમાં પાછળ ઠેલવામાં આવ્યું છે, એમ મહાવિતરણના પ્રસિદ્ધિ પ્રમુખ અનિલ કાંબળેએ જણાવ્યું હતું.
સરચાર્જ લાગુ
નિયોજન માટે કંપની રાજ્યના પોણાત્રણ કરોડ વીજ ગ્રાહકો પાસેથી 2016થી પ્રતિ યુનિટ 30 પૈસા વધારાના આકાર લે છે. વીજ નિયોજન કરી શકાતું નહીં હોય તો સરચાર્જ દૂર કરો, એવી માગણી મહારાષ્ટ્ર વીજ ગ્રાહક સંગઠને કરી છે.
સરકારમાં પોલંપોલ
નીતિન રાઉતના ઊર્જા વિભાગને રાષ્ટ્રવાદીને નાણાં વિભાગ પૂરતું ભંડોળ આપતો નથી, એવો કોંગ્રેસનો આરોપ છે. મહાવિતરણ કંપનીને સરકારી વિભાગ પાસે 10,000 કરોડ લેણાં નીકળે છે, જેની વસૂલીમાં નિષ્ફળ રહી છે. ખેડૂતો પાસેથી વસૂલી થઈ નથી.
કોલસા અંગેની વાસ્તવિક વાત
રાજ્યમાં 7 ઔષ્ણિક ઊર્જા પ્રકલ્પ છે. તેની નિર્મિતી ક્ષમતા 9330 મેગાવેટ છે. આ કેન્દ્રોને રોજ 1,38,710 મે.ટન કોલસાના જરૂર પડે છે. રાજ્ય પાસે હાલમાં 6,12,644 મે.ટન કોલસો હોઈ તે 3 દિવસ ચાલે એટલો છે. કોલસાનો જથ્થો સરેરાશ 8-10 દિવસ ચાલે એટલો હોય છે. કોલસાની ખરીદી કંપની પાસે પૈસા નહીં હોવાથી અટકી છે, એમ મહાનિર્મિતીમાંનાં સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.