તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિરોધ:સેવાનિવૃત્તિની ઉંમર 60 વર્ષ કરવાની માગ સાથે સરકારી કર્મીઓ આક્રમક

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર કર્મચારીઓની સેવાનિવૃત્તિની ઉંમર 60 વર્ષ કરવી અન્યથા રાજ્યના 17,00,000 સરકારી કર્મચારીઓ ઊગ્ર આંદોલન કરશે એવો ઈશારો બૃહન્મુંબઈ રાજ્ય સરકારી કર્મચારી સંગઠને આપ્યો છે. સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર બાબતે 2016માં ભૂતપૂર્વ સનદી અધિકારી બી.સી.ખટુઆની અધ્યક્ષતા હેઠળ સમિતિની નિમવામાં આવી હતી. લગભગ અઢી વર્ષે સમિતિનો અહેવાલ રાજ્ય સરકાર પાસે ધૂળ ખાતો પડી રહ્યો હતો. માહિતી અધિકાર હેઠળ આ અહેવાલ સંગઠનને મળ્યો હતો. આ સમિતિએ ચતુર્થશ્રેણી કર્મચારીઓની નિવૃત્તિ વય 58 કરવાની ભલામણ કરી છે. આ ભલામણ અસ્વીકાર્ય અને વિરોધ કરવા યોગ્ય છે એવી ટીકા બૃહન્મુંબઈ રાજ્ય સરકારી કર્મચારી સંગઠનના સેક્રેટરી અવિનાશ દૌંડે કરી છે. કેન્દ્રિય અને દેશના ૨૩ રાજ્યોના સરકારી કર્મચારીઓની સેવાનિવૃત્તિની વય 60 વર્ષ છે. નિવૃત્તિની ઉંમર 60 વર્ષ કરવામાં આવશે તો બે વર્ષમાં અંદાજે 50,000 કુશળ મનુષ્યબળની મદદ થશે. ઉપરાંત રૂ, 15,000 કરોડ કોરોનાનો સામનો કરવા બે વર્ષ સુધી વાપરી શકાશે. એ સાથે જ 1,65,000 ખાલી પદ ભરશો તે બેરોજગારી ઓછી થશે એવો દાવો સંગઠને કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો