આરોપ:ગોસાવી - ભાનુશાલી કેસમાં સ્વતંત્ર સાક્ષીદાર છેઃ NCB

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉની કાર્યવાહીનો રોષ રાખવાનો NCB પર આરોપ

આર્યન ખાનને સંડોવતા ડ્રગ્સ કેસને લઈને બુધવારે રાજકીય વાદવિવાદ સર્જાયો હતો, જે પછી એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે પણ કડક જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જે બે વ્યક્તિઓને લઈને અમારી પર આરોપ કરવામાં આવી રહ્યા છે તે કેપી ગોસાવી ઉર્ફે કિરણ ગોસાવી અને મનીષ ભાનુશાલી સહિત ૯ જણ આ કેસમાં સ્વતંત્ર સાક્ષીદાર (પંચ) છે. અન્ય સાક્ષીદારોમાં પ્રભાકર સાઈલ, ઓબ્રે ગોમેઝ, આદિલ ઉસ્માની, વી વૈંગણકર, અપર્ણા રાણે, પ્રકાશ બહાદુર, શોએબ ફૈઝ અને મુઝમ્મિલ ઈબ્રાહિમનો સમાવેશ થાય છે.

પંચનામાં કાયદાને અનુસરીને કરવામાં આવ્યાં છે.અમારી પર કરાયેલા આરોપ પાયાવિહોણા છે અને બદનામીકારક અને સંભવિત રીતે પૂર્વગ્રહથી કરાયા છે, જે અગાઉ અમે હાથ ધરેલી કાનૂની કાર્યવાહી સામે વેરવૃત્તિથી કરવામાં આવ્યા હોઈ શકે છે. અર્થાત, એનસીપીના નેતા નવાબ મલિકના ભાણેજની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ હતી તે પરથી એનસીબીએ નામ લીધા વિના નિશાન સાધ્યું હોવાનું આ પરથી જણાય છે.અમે ક્રુઝ પર કાર્યવાહી પછી ચાર ફોલો-અપ પગલાં લીધાં હતાં, જે સર્વ નિયમો અનુસાર છે અને કેસની તપાસ પ્રગતિને પંથે છે.

દરમિયાન ઘટનાના દિવસથી શું શું થયું તે અંગે પણ વિગતો આપી છે. ચોક્કસ માહિતીને આધારે ૨ ઓક્ટોબરે ઈન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલ, ગ્રીન ગેટ મુંબઈ ખાતે કોર્ડેલિયા ક્રુઝ જહાજ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમયે વિક્રાંત ચોકર, ઈસ્મિત સિંહ ચઢ્ઢા, અરબાઝ એ મર્ચન્ટ, આર્યન ખાન, મોહક જસવાલ, મુનમુન ધામેચા અને નુપૂર સતિજા અને અમુક શકમંદોને કબજામાં લેવાયા હતા. તેમની પાસેથી કોકેઈન, મેફોડ્રોન, ચરસ, હાઈડ્રોપોનિક વીડ અને એમડીએમ અને રૂ. ૧.૩૩ લાખની રોડ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...