ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા મુંબઈ અને લખનૌ એરપોર્ટ ખાતેથી કન્સાઈનમેન્ટમાં આયાત મશીનની મોટરોની અંદર છુપાવવામાં આવેલું સોનું પકડી પાડવામાં આવ્યું છે. વિશ્વસનીય માહિતીને આધારે 6 મેએ મુંબઈ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતે દુબઈથી આવેલું કન્સાઈનમેન્ટ ડીઆરઆઈએ તપાસ્યું હતું.
આયાતના દસ્તાવેજોમાં આઈટમને સેકશનલ અને ડ્રમ ટાઈપ ડ્રેન ક્લીનિંગ મશીન તરીકે જાહેર કરવામાં આવી હતી, પરંતુ ધ્યાનથી પરીક્ષણ કરાતાં મશીનના બે મોટર રોટરની અંદર ડિસ્ક સ્વરૂપમાં રૂ. 3.10 કરોડનું 5.8 કિગ્રા સોનું છુપાવેલું મળી આવ્યું હતું. આ પ્રકરણે આયાતકારની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરાતાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી અપાયો છે. આ જ રીતે 5 મેએ લખનૌ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતે ઈલેક્ટ્રિકલ થ્રેડિંગ મશીનમાં રૂ. 2.78 કરોડનું 5.2 કિગ્રા સોનું મળી આવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં કાર્ગો અને કુરિયર કન્સાઈનમેન્ટ્સ થકી સોનાની દાણચોરીના અનેક કેસ પકડી પાડવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.