તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનાની દાણચોરીનું કૌભાંડ:ચોકલેટ બોક્સમાંથી રૂપિયા 21 લાખનું સોનું એરપોર્ટથી પકડાયું

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ્સના અધિકારીઓએ ચોકલેટ બોક્સમાં છુપાવીને લાવવામાં આવેલું રૂ. 21 લાખનું સોનું પકડી પાડ્યું હતું. આ પ્રકરણે એક મહિલા પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. અત્યંત અજોડ મોડસ ઓપરેન્ડીથી સોનાની દાણચોરીનું આ કૌભાંડ પકડાયું છે.

એક મહિલા દુબઈથી આવી હતી. તેની પાસે ચોકલેટનાં બોક્સ હતાં, જેની શંકાને આધારે તપાસ કરવામાં આવી હતી. બારીકાઈથી તપાસ કરતાં ચોકલેટ્સ સોનાની વરખમાં લપેટાઈ હતી એવું જણાયું હતું. મહિલાએ સોનાની વરખ બનાવી હતી, જે પછી પૂઠાનાં બોક્સમાં પોલાણની અંદર સોનું છુપાવવામાં આવ્યું હતું.

મેટલ ડિટેક્ટર અને એક્સ-રે મશીનમાં પકડાઈ નહીં જાય તે માટે સોનાની વરખ પર કાર્બન પેપર ચોંટાડવામાં આવ્યું હતું.કવરિંગ એ રીતે બનાવવામાં આવ્યું હતું કે ચોકલેટ ફોઈલમાં લપેટાયેલી છે એવું જણાતું હતું, પરંતુ નજીકથી નિરીક્ષણ કરતાં આ ફોઈલ સોનાની હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો