તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લક્ષ્ય:ગોકુલ ડેરી દ્વારા રૂ. 3000 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનની દૂધની બ્રાન્ડ ગોકુલે નવી ચૂંટાયેલી રાજર્ષિ શાહુ શેતકરી આઘાડી અને તેના આગેવાન મહારાષ્ટ્રના રાજ્યમંત્રી સતેજ પાટીલની આગેવાનીમાં આક્રમક માર્કેટિંગ અને વેચાણ વ્યૂહરચના અને નવા એજન્ડા સાથે મુંબઈની બજાર માટે ભવ્ય યોજના ઘડી કાઢી છે. કોંગ્રેસના સતેજ પાટીલ સાથે એનસીપીના મંત્રી હસન મુશરીફ અને શિવસેનાના સાંસદ સંજય માંડલિકની આગેવાનીમાં પેનલ દ્વારા મંગળવારે 21માંથી 17 બેઠકો જીતી હતી.

સતેજ પાટીલે આ સાથે મુંબઈમાં બ્રાન્ડની પહોંચ વધારવાની યોજના જાહેર કરી હતી. ગોકુલના દૂધનો પુરવઠો કરવા ખેડૂતો માટે લિટર દીઠ રૂ. 2ની પ્રાપ્તિ કિંમત ઊભી કરવાની પણ પાટીલે ઘોષણા કરી હતી. કોવિડ-19 મહામારી દરમિયાન ઓક્સિજન માટે તાકીદની જરૂરતને પહોંચી વળવા માટે ગોકુલના સંકુલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની પણ તેમણે ઘોષણા કરી હતી. ગોકુલ મહારાષ્ટ્ર સાથે ગોવા અને કર્ણાટકમાં પણ હાજરી સાથે સૌથી વિશાળ પેક્ડ દૂધ અને ડેરિવેટિવ બ્રાન્ડ્સમાંથી એક છે. મુંબઈમાં તેની હાજરીને વિસ્તારવાની ભરપૂર સંભાવના છે. વર્તમાન વર્ષમાં તેની ઉત્પાદન ક્ષમતા રૂ. 2300 કરોડ પરથી ટર્નઓવર રૂ. 3000 કરોડ સુધી વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...