સ્વરાજ એક્સપ્રેસના વોશરૂમમાં રવિવારે એક યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બિહારની આ રહેવાસીએ આત્મહત્યા શા માટે કરી તેની ચોક્કસ માહિતી મળી નહોતી. રવિવારે બપોરે 12.35 કલાકે ટ્રેન નં. 12471 સ્વરાજ એક્સપ્રેસના કોચ નં. એસ4નું વોશરૂમ અંદરથી બંધ હોવાનો સંદેશ એસએસ ડીઆરડીને મળ્યો હતો. પ્રવાસીઓએ એવી માહિતી આપી કે એક છોકરી વોશરૂમમાં ગઈ હતી, પરંતુ લાંબા સમયથી તે પાછી બહાર આવી નથી.
આ પછી પ્રવાસીઓ અને ટીટીઈ દ્વારા વોશરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે અંદરથી બંધ હોવાનું જણાયું હતું. આથી ટ્રેનના સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો, જેણે દરવાજો ખોલી નાખ્યો હતો. તે સમયે અંદર યુવતી નિશ્ચિંત પડેલી જણાઈ હતી. તેના ગળાની ફરતે કપડું વીંટાળ્યાના જખમ હતા. તે પ્રતિસાદ આપતી નથી.
તેની પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જે પરથી તેનું નામ આરતી કુમારી (20) હોવાનું અને તે બિહારની રહેવાસી હોવાનું જણાયું હતું. ટ્રેનને 13.10 કલાકે દહાણુ રોડ સ્ટેશન પર વિશેષ હોલ્ટ અપાયો હતો. આ પછી યુવતીને ત્યાંની કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, એમ રેલવે પ્રશાસને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.