તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચાવ કાર્ય:કલ્યાણ સ્ટેશને RPF જવાને મહિલા પ્રવાસીનો જીવ બચાવ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ ટ્રેને મહિલા મુસાફર ચઢવાનો પ્રયત્ન કરતાં તે લપસી પડી હતી

મુંબઇનાં રેલવે સ્ટેશનો પરથી બહારગામ જતી ટ્રેનોના ઊપડવાના સમયે પહોંચી નહીં શકતા મુસાફરો તેમના જીવના જોખમે ચાલુ ટ્રેને ચઢવાની કોશિશ કરવાના અનેક ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ ફિલ્મી સ્ટાઈલમાં હીરો બનીને રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના જવાનો છેલ્લી ઘડીએ આવા બેફિકર મુસાફરોનો જીવ બચાવવાની માનવીય કામગીરી કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો મંગળવારે કલ્યાણ સ્ટશેન પર જોવા મળ્યો હતો. આ ઘટનામાં આરપીએફના જવાને એક મહિલા મુસાફરોનો જીવ બચાવ્યો હતો. આરપીએફના અધિકારીના જણાવ્યા અનુસાર 11 મેના એલટીટી વિશાખાપટ્ટનમ ટ્રેન કલ્યાણના પ્લેટફોર્મ નંબર-4 પર સવારે 1 વાગ્યે આવી હતી.

ટ્રેન પ્લેટફોર્મ પરથી ઊપડી રહી હતી એ સમયે એક મહિલા મુસાફર આ ટ્રેનના કોચ નંબર ECO 051144 / Cમાં ચઢવાનો પ્રયત્ન કર્યો હતો. એ દરમિયાન તે લપસી પડી હતી એ સમયે આરપીએફના ફરજ પરના એ. કે. ઉપાધ્યાય જે સિવિલ ડ્રેસમાં સી.પી.ડી.એસ. ક્રાઇમ પ્રિવેન્શન અને ડિટેક્શન સ્ક્વોડમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમને તાત્કાલિક મહિલા મુસાફર તરફ ઝડપથી મદદે જઈને પ્લેટફોર્મ પર ખેંચી લઇને તેનો જીવ બચાવ્યો હતો. તેમનું કાર્ય માનવતાવાદી પ્રશંસનીય કાર્ય બદલ આરપીએફ અધિકારીઆએ ઉપાધ્યાયને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...