ગોઅન ક્રિકેટ ફ્રોગ:મહારાષ્ટ્રમાં ગોઅન ક્રિકેટ ફ્રોગનું અસ્તિત્વ મળી આવ્યું, કુલ 37 પ્રજાતિ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેડકો મિનરવારીયા ગોએમચી ઉપ પ્રજાતિનો છે

આ પહેલાં ફક્ત ગોવામાં જોવા મળતા દેડકાની એક પ્રજાતિનું અસ્તિત્વ મહારાષ્ટ્રમાં પ્રથમ વખત જોવા મળ્યું છે. કોલ્હાપુર જિલ્લાના પાટણે ગામમાં મળેલો આ દેડકો ગોઅન ક્રિકેટ ફ્રોગ પ્રજાતિના મિનરવારીયા ગોએમચી ઉપપ્રજાતિનો છે. આ બાબતની થિસિસ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના કેલેન્ડરમાં છપાઈ છે.

સાતારા જિલ્લાના મેઢા ખાતેના વિધાનસભ્ય શશીકાંત શિંદે કોલેજના ઝુઓલોજી વિભાગના પ્રમુખ ડો. ઓંકાર યાદવ, કરાડની સદગુરુ ગાડગે મહારાજ કોલેજના ડો. અમૃત ભોસલે અને દહિવડી કોલેજના ડો. તેજસ પાટીલે આ પ્રજાતિની નોંધ કરી છે. આ દેડકાની ઓળખ જાણવામાં ડો. વરદ ગિરીનો પણ સહભાગ છે.

આ પહેલાં આ દેડકો ફક્ત ગોવા રાજ્યના સુરલા ગામમાં જોવા મળતો હતો. મિનરવારીયા ગોએમચી દેડકો 2015માં પહેલી વખત મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. એનો આકાર 5.7 સેન્ટિમીટર છે. ગોઅન ક્રિકેટ ફ્રોગની કુલ 37 પ્રજાતિઓ દેશમાં જોવા મળે છે. એમાંથી કેટલીક મોટી પ્રજાતિમાં મિનરવારીયા ગોએમચી દેડકાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...