તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પૂર્વના ઉપનગરો પછી હવે શહેર અને પશ્ચિમના ઉપનગરોમાં ફૂટપાથો પર રૂ. 75 કરોડના ખર્ચે ગ્લાસ ફાઈબર રેલિંગ લગાડવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ લીધો છે. એમાં કાલબાદેવી રોડ, સેનાપતિ બાપટ માર્ગ, દાદાસાહેબ ફાળકે રોડ, પેડર રોડ વગેરેનો સમાવેશ છેે. રાહદારીઓની સુરક્ષિતતાને ધ્યાનમાં લેતા ફૂટપાથો પર તેમ જ રાહદારીઓના અકસ્માત રોકવા માટે રસ્તા પરના ડિવાઈડરો પર લોખંડની રેલિંગ ઊભી કરવામાં આવતી હતી.
જો કે લોખંડની રેલિંગ કાટ લાગતા ખરાબ થતી હોવાથી તેમ જ ગર્દુલ્લા અને રીઢા ચોરો લોખંડની રેલિંગની તોડીને ચોરી જતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી હવે મહાપાલિકાએ વિવિધ રસ્તાઓ અને ફૂટપાથો પર ગ્લાસ ફાઈબર રેલિંગ ઊભી કરવાનો નિર્ણય લીધો છે.
શહેરના 30 રસ્તાઓ પરની ફૂટપાથો અને ડિવાઈડરો પર આ રેલિંગ ઊભી કરવામાં આવશે. કાલબાદેવી રોડ સહિત મોહમ્મદ અલી રોડ, સેનાપતિ બાપટ માર્ગ, દાદાસાહેબ ફાળકે રોડ, મહાપાલિકા માર્ગ, બાબુલનાથ મંદિર જંકશનથી આઈટીઆઈ જંકશન સુધીનો રોડ, હાજીઅલી જંકશન રોડ, ભુલાભાઈ દેસાઈ રોડ, ગણપતરાવ કદમ માર્ગ, ભવાનીશંકર રોડ, સાયન-બાન્દરા લિન્ક રોડ વગેરે જેવા મુખ્ય રસ્તાઓનો એમાં સમાવેશ છે.
પોલીસ કમિશનરની સૂચના
આ કામ માટે કોન્ટ્રેકટરની નિયુક્તી કરવામાં આવી છે. આ કોન્ટ્રેકટરે 36 મહિનામાં કામ પૂરું કરવાનું રહેશે. શહેર અને પશ્ચિમ ઉપનગરોમાં રસ્તાઓ પર લગાડવામાં આવતી આ રેલિંગ માટે અનુક્રમે રૂ. 37,75,02,000 અને રૂ. 37,75,00,000 ખર્ચ કરવામાં આવશે. દરમિયાન રાહદારીઓની સુરક્ષા માટે ફૂટપાથ અને રસ્તાઓ પર રેલિંગ ઊભી કરવાની સૂચના મુંબઈ પોલીસ કમિશનર તરફથી મળી હતી.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.