તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈના અનેક સૂમસામ વિસ્તારોમાં બંગલા ભાડે લઈને તેમાં પોર્ન વિડિયો શૂટ કરવાનું કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે પકડી પાડ્યા પછી વેબ સિરીઝને નામે પોર્ન વિડિયોનું શૂટિંગ કરવા સંબંધે ધરપકડ કરાયેલી અભિનેત્રી ગહના વશિષ્ઠ પાસેથી ઘણી બધી ચોંકાવનારી માહિતી પોલીસે મેળવી છે.
ગહના તેને માટે કામ કરવા તૈયાર થતી કલાકારોને ફિલ્મ દીઠ રૂ. 15,000થી રૂ. 20,000ની નજીવી રકમ આપતી હતી. તેણે 87 અશ્લીલ તથા પોર્ન વિડિયો સાઈટ પર અપલોડ કર્યા હતા, જે જોવા માટે ગ્રાહકે રૂ. 2000નું સબ્સ્ક્રિપ્શન ભરવું પડતંુ હતું. તેના ત્રણ બેન્ક ખાતાંમાં રૂ. 36 લાખ હોવાનું જણાયું છે, જે આવા સબ્સ્ક્રાઈબરો પાસેથી તેણે ઊપજાવ્યા હોવાની શંકા છે, જેની વધુ તપાસ ચાલી રહી છે.
ગયા સપ્તાહમાં પ્રોપર્ટી સેલે મઢ ખાતે ગ્રીન પાર્ક બંગલો પર અચાનક દરોડા પાડ્યા ત્યારે પોર્નોગ્રાફિક શૂટિંગ રંગેહાથ પકડી પાડ્યું હતું. આ પ્રકરણે શૂટિંગમાં સંકળાયેલી એક યુવતીનો છુટકારો કરવામાં આવ્યો હતો, જ્યારે બે અભિનેતા, બે યુવતી એક કેમેરામેન સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ફિલ્મ, વેબ સિરીઝ, ટેલિવિઝન સિરિયલમાં કામ કરવા ઈચ્છુક યુવતીઓ અને મોડેલોનો સંપર્ક કરતાં હતાં. તેમને સારો બ્રેક આપવાને નામે બંગલોમાં બોલાવતા હતા, જ્યાં પછી પોર્નોગ્રાફિક શૂટિંગ કરવાની ફરજ પાડતા હતા. આ પોર્ન ફિલ્મ પછી સોશિયલ મિડિયા અને પોતે બનાવેલી વેબસાઈટ પર અપલોડ કરીને તે જોવા માગે તેમની પાસેથી શુલ્ક વસૂલ કરીને ધૂમ કમાણી કરતા હતા.
આ પ્રકરણની વધુ તપાસમાં ગહનાનું નામ સામે આવ્યું હતું. ગહનાએ પોતાનું પ્રોડકશન હાઉસ ખોલ્યું છે. તે વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મને નામે પોર્નોગ્રાફિક વિડિયો તૈયાર કરીને તે પોતે બનાવેલી વેબસાઈટ પર અપલોડ કરતી હતી. ગહના મોડેલ અને અભિનેત્રી હોઈ તેણે હમણાં સુધી અનેક જાહેરાતોમાં કામ કર્યું છે. એકતા કપૂરની ગંદી બાત વેબ સિરીઝમાં પણ તેણે કામ કર્યું છે. તે મિસ એશિયા બિકિની સ્પર્ધા જીતી છે. તેણે દક્ષિણની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દરમિયાન ગહનાની પ્રેસ અને લીગલ ટીમે નિવેદનમાં જણાવ્યું છે કે ગહના વશિષ્ઠ ઉર્ફે વંદના તિવારી સંપૂર્ણ નિર્દોષ છે. તે કોઈ પણ પોર્ન ફિલ્મ રેકેટમાં સંડોવાયેલી નથી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.