ધરપકડ:ઘાટકોપર મહિલાની હત્યા કરનારો આખરે ઝડપાયો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ઘાટકોપર પંતનગરમાં મહિલા પર અત્યાચાર કરવાના ઉદ્દેશ સાથે તેને નિર્વસ્ત્ર કરીને મોઢું અને હાથ- પગ બાંધીને ક્રૂરતાથી હત્યા કરનારા આરોપી સાગર નિહાલ યાદવ (40)ની ભારે શોધખોળને અંતે ક્રાઈમ બ્રાન્ચની કુર્લા યુનિટે ધરપકડ કરી છે. આરોપીએ મહિલાની ઓળખ સ્થાપિત નહીં થાય તે માટે ચહેરા પર પથ્થર પણ ઝીંક્યો હતો.આરોપીએ 2016માં નવી મુંબઈમાં પણ આ રીતે જ મહિલા પર અત્યાચાર કરીને હત્યા કરી હતી.

આ કેસમાં 18 નવેમ્બર, 2016થી 7 ઓક્ટોબર, 2021 સુધી તે જેલમાં હતો, જે પછી તલોજા જેલમાંથી મુક્ત થતાં મુંબઈમાં આવીને 2 નવેમ્બર, 2021ના આ જ રીતે મહિલાની હત્યા કરી હતી હતી.આરોપીને શોધવા માટે ચાર ટીમો કામે લગાવવામાં આવી હતી. વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે પંતનગર, ઘાટકોપર, કુર્લા, સાયન, માટુંગા, એન્ટોપ હિલ, જીટીબી નગર, કિંગ સર્કલ, માહિમ, બીકેસી ખાતે ફૂટપાથ પર આરોપીની શોધખોળ આદરવામાં આવી હતી. આખરે શનિવારે માનખુર્દ વિસ્તારમાંથી તે મળી આવ્યો હતો, એમ પ્રભારી પીઆઈ ઘનશ્યામ નાયરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...