પ્રશાસન દ્વારા પ્રયત્ન:ઘાટકોપર - વર્સોવા મેટ્રો-1ની ટિકિટ વોટ્સએપ પર ઉપલબ્ધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાગળની ટિકિટનો ઉપયોગ ઓછો કરવાનો પ્રશાસન દ્વારા પ્રયત્ન

ઘાટકોપરથી વર્સોવા મેટ્રો-1ના પ્રવાસીઓની સગવડ માટે હવે વોટ્સએપ દ્વારા ઈ-ટિકિટ સિસ્ટમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એની પાછળ કાગળની ટિકિટનો ઉપયોગ ઓછો કરવાનો પ્રશાસનનો પ્રયત્ન છે. મેટ્રો-1 પ્રશાસને આ પહેલાં પેપર ક્યૂઆર ટિકિટ સિસ્ટમ અમલમાં મૂકી હતી. જોકે 80 ટકા પ્રવાસીઓ હજી પણ રોકડા ચુકવીને ટિકિટ ખરીદીનો વિકલ્પ પસંદ કરે છે. તેથી રોકડથી ટિકિટ ખરીદવાની ઈચ્છા ધરાવતા પ્રવાસીઓને ઓનલાઈન સિસ્ટમ તરફ વાળવા મેટ્રો-1 પ્રશાસને વોટ્સએપ દ્વારા ઈ-ટિકિટ આપવાની સિસ્ટમ વિકસાવી છે.

એમાં પ્રવાસીએ મુંબઈ મેટ્રો પ્રશાસનના નંબર પર અંગ્રેજીમાં હાય ટાઈપ કરીને મોકલવાનું રહેશે. એ પછી તેને ઓટોપી નંબર મળશે. ટિકિટબારી પર આ ઓટીપી નંબર જણાવીને રોકડા રૂપિયા આપતા જ વોટ્સએપ પર ઈ-ટિકિટ મળી જશે. આ ટિકિટ સ્કેન કર્યા પછી સ્ટેશનમાં પ્રવેશ મળશે. દુનિયામાં પહેલી વખત વોટ્સએપ દ્વારા ઈ-ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી છે એવો દાવો મેટ્રો-1 પ્રશાસને કર્યો છે. તેમ જ આગામી સમયમાં રૂપિયા ઓનલાઈન ભરીને વોટ્સએપ દ્વારા ઈ-ટિકિટ આપવાનો વિકલ્પ પણ પ્રશાસન તરફથી આપવામાં આવ્યો છે.

અત્યારે કાગળની ટિકિટ દીઠ 9 પૈસા ખર્ચ થાય છે. ઈ-ટિકિટ સિસ્ટમના કારણે આ ખર્ચમાં બચત થશે. પર્યાવરણનું સંવર્ધન થવામાં મદદ મળશે એમ પણ મેટ્રો-1ના અધિકારીએ ઉમેર્યું હતું. કોરોનાની મહામારી પછી ઓછી થયેલી મેટ્રો-1ના પ્રવાસીઓની સંખ્યા 2 લાખ 60 હજાર સુધી પહોંચી છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ કોરોના પહેલાંના સમયની સંખ્યા સુધી પહોંચશે એવી આશા અધિકારીઓએ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...