તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઘાટકોપર-માનખુર્દને જોડતો ફ્લાયઓવર જૂલાઈમાં તૈયાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી મુંબઈ, પુણે, પનવેલ જવા 25 મિનિટ બચશે

મહાપાલિકાના મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ એવા ઘાટકોપર-માનખુર્દને જોડતા ફ્લાયઓવરનું કામ 25 જુલાઈ સુધી પૂરું થશે. આ પુલને લીધે નવી મુંબઈ, પુણે, પનવેલ જનારા પ્રવાસીઓની 25 મિનિટ બચશે. આ ફ્લાયઓવરના કામનું નિરીક્ષણ સ્થાપત્ય સમિતિ અધ્યક્ષ સ્વપ્નીલ ટેંબવલકર સહિત અન્ય સભ્યો અને મહાપાલિકાના અધિકારીઓએ કર્યું હતું.

મહાપાલિકાના એમ પૂર્વ વોર્ડમાં વીર જીજામાતા ભોસલે માર્ગ પર આ ફ્લાયઓવર બાંધવામાં આવી રહ્યો છે. શિવાજીનગરથી મોહિતે પાટીલ જંકશન સુધી 2.90 કિલોમીટરનો આ ફ્લાયઓવર છે. આ ફ્લાયઓવર તૈયાર થયા પછી વોર્ડના શિવાજીનગર જંકશન, બૈંગનવાડી જંકશન, દેવનાર ગ્રાઉન્ડ, ફાયરબ્રિગેડ અને મોહિતે પાટીલ જંકશન ખાતે ટ્રાફિક જામથી છૂટકારો મળશે. પહેલી વખત 24.2 મીટર સેગમેંટ કાસ્ટિંગ તૈયાર કરીને મહાપાલિકા તરફથી આ પુલનું કામ થઈ રહ્યું છે. આ કામનો સ્થાપત્ય સમિતિ દ્વારા કયાસ કાઢવામાં આવ્યો હતો.

આ પુલને છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર નામ આપવામાં આવશે એમ સ્થાપત્ય સમિતિના અધ્યક્ષ સ્વપ્નીલ ટેંબવલકરે જણાવ્યું હતું. જોકે આ પુલનું કામ હજી અધુરુ હોવાથી હાલની સ્થિતિમાં નામકરણ કરવું ટેકનિકલ દષ્ટિએ શક્ય નથી એમ કમિશનરે પોતાના અભિપ્રાયમાં સ્પષ્ટ કર્યું હતું. તેથી આ પ્રસ્તાવ સ્થાપત્ય સમિતિના અધ્યક્ષ સ્વપ્નીલ ટેંબવલકરે રોકી રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...