દુર્ઘટના:આગની દુર્ઘટનામાં સલામત બહાર નીકળવું ચિંતાજનક બાબતઃ નિષ્ણાત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈમાં 26,000થી વધુ આગની દુર્ઘટના

તાજેતરમાં મુંબઈ અને અન્ય મહાનગરોમાં આગ લાગવાની ઘણી દુર્ઘટનાઓ જોવા મળી છે. મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)એ તાજેતરમાં જણાવ્યું હતું કે, નાણાકીય રાજધાનીમાં છેલ્લાં પાંચ વર્ષમાં આગ લાગવાની 26,000થી વધારે દુર્ઘટનાઓ જોવા મળી છે.

રિપોર્ટમાં સ્પષ્ટપણે એવું પણ જણાવવામાં આવ્યું છે કે, શહેરની બહુમાળી ઇમારતોમાં જ જાન્યુઆરી, 2020થી ઓક્ટોબર, 2021ના ગાળામાં આગ લાગવાની 324 દુર્ઘટનાઓ જોવા મળી હતી. આ તમામ પ્રકારના બનાવોમાં મોટા પાયે જાનમાલની હાનિ થઈ છે, જેના કારણે અગ્નિશામક નિષ્ણાતથી લઈને આગ લાગવામાં બહાર નીકળવાની માળખાગત સુવિધાની માગમાં વધારો થયો છે.

મુંબઈ જેવા મહાનગરમાં સમયસર બહાર નીકળવા માટે ઉચિત સંરક્ષણ સાધનસામગ્રી હોય એ જરૂરી છે. ફાયર સર્વિસ ડે નજીક હોવાથી અગ્નિશામક નિષ્ણાતોએ વર્ષ 2018માં ફાયર બ્રિગેડ અને મહાપાલિકાએ ફાયર ઇવેક્યુએશન લિફ્ટની જોગવાઈનો અમલ કરવાની જરૂરિયાત જણાવી હતી.

અગ્નિશામક નિષ્ણાતોએ આગ લાગવાની દુર્ઘટનાઓ દરમિયાન મહાનગરના વિશિષ્ટ પડકારો તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં બહાર નીકળવાનો સમય, અંતર, અગ્નિશામક વિભાગની સુલભતા, આગ પર નિયંત્રણ અને રહેવાસીઓના ટ્રાફિકનું વ્યવસ્થાપન જેવા પરિબળો સામેલ છે. મુંબઈમાં તાજેતરમાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં જોવા મળ્યું હતું કે, બચીને બહાર નીકળવા માટે વૈકલ્પિક માર્ગની તાતી જરૂર હતી. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ટાળવા કસ્ટમાઇઝ ફાયર ઇવેક્યુએશન લિફ્ટ સમયસર અને સલામત રીતે બિલ્ડિંગમાંથી બહાર નીકળવા વૈકલ્પિક માર્ગ પૂરો પાડી શકે છે.

ઈમારતમાંથી સમયસર બહાર નીકળવું : તાજેતરમાં મુંબઈમાં આગ લાગવાની ઘણી દુર્ઘટનાઓ થયા પછી અગ્નિશામક નિષ્ણાતો ફાયરફાઇટર્સ અને લોકોના જીવનને બચાવવા સમયસર બહાર નીકળવાની તાતી જરૂરિયાત અનુભવી રહ્યા છે. બહુમાળી ઇમારતોમાંથી સમયસર બહાર નીકળવું ફાયર સર્વિસ વીક 2022ની થીમ બની શકે છે.

અગ્નિશામક નિષ્ણાતોએ વધારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ફાયર સર્વિસ વીકનો એકમાત્ર ઉદ્દેશ બહુમાળી ઇમારતોમાંથી લોકોને સહીસલામત બહાર કાઢવાનો હોઈ શકે છે તથા આ માટે આગની કટોકટી દરમિયાન આચારસંહિતા વિશે બહુમાળી ઇમારતના રહેવાસીઓને તાલીમ અને જાણકારી આપવાની જરૂરિયાત પણ છે.

મહાપાલિકા અને ફાયર બ્રિગેડ વિભાગે વર્ષ 2018માં 70 મીટરથી વધારે ઊંચાઈ (આશરે 22 માળ) સાથે તમામ બિલ્ડિંગ્સ માટે ફાયર ઇવેક્યુએશન લિફ્ટની જોગવાઈ હોવી જોઈએ એવું ફરજિયાત બનાવ્યું છે. અત્યારે આપણે લોકોના સમયસર બચાવ માટે આ જોગવાઈઓની જાગૃતિ અને અમલીકરણની જરૂરી છે.

ફાયર ઈવેક્યુએશન લિફ્ટનો ઉપયોગ
સ્પાર્ટન એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝના એમડી ડો. વિક્રમ મહેતાએ કહ્યું હતું કે, “ક્યારે આગ સામે લડવું એનો સમય મહત્ત્વપૂર્ણ છે. બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે બચાવનો સમય મહત્ત્વપૂર્ણ છે, કારણ કે નાની જ્વાળા પણ આગ લાગવાની મોટી દુર્ઘટના બની શકે છે. આપણે ફાયર સર્વિસ વીકમાં આપણા સાહસિક ફાયરફાઇટર્સને શ્રદ્ધાંજલિ આપીશું, જેમણે મુંબઈ ડોકયાર્ડમાં પ્રચંડ આગ અને વિસ્ફોટ દરમિયાન ફરજ બચાવતા પોતાના જીવનનું બલિદાન કર્યું હતું.

આ દિવસની ઉજવણી કરવાની શ્રેષ્ઠ રીત તમામ ફાયરફાઇટર્સની સલામતી સુનિશ્ચિત કરવામાં રહેલી છે, જેઓ આપણને બચાવવા તેમના જીવનને જોખમમાં મૂકે છે. ફાયર ઇવેક્યુએશન લિફ્ટ્સનો ઉપયોગ વધારવા વ્યવહારિક અંતરાળ વિકસાવવા બહુઆયામી અભિગમ સ્વીકારવો આપણને બચાવનારની સેવા કરવાની શ્રેષ્ઠ રીત છે.”

અન્ય સમાચારો પણ છે...