અરજી ફગાવાઈ:બીજા પોર્ન ફિલ્મ કેસમાં ગેહનાની આગોતરા જામીન અરજી ફગાવાઈ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ કેસમાં અભિનેત્રી ગેહનાની ફેબ્રુઆરીમાં ધરપકડ કરાઈ હતી

પોર્ન ફિલ્મ સંબંધી કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટે ગુરુવારે અભિનેત્રી અને મોડેલ વિરુદ્ધ નોંધાયેલી બીજી એફઆઈઆરમાં વંદના રવીંદ્ર તિવારી ઉર્ફે ગેહના વશિષ્ઠ (32)ની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. અગાઉ ફેબ્રુઆરીમાં દાખલ કરાયેલી પ્રથમ એફઆઈઆરમાં ગેહનાની 8 ફેબ્રુઆરી, 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવી હતી.ગેહનાની ત્રણ નિર્માતાઓ સાથે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી જે બિઝનેસમેન રિપુ સુદન બાલક્રિશન ઉર્ફે રાજ કુન્દ્રા (45) દ્વારા વિકસિત મોબાઇલ ફોન એપ્લિકેશન પર રજૂ કરવામાં આવી હતી.

કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કુંદ્રાની ધરપકડ પછી ગેહના કુંદ્રાની વહારે આવી હતી.હવે બીજી એફઆઈઆરમાં પીડિતાએ ફરિયાદ કરી છે છે કે તેને શરૂઆતમાં ફિલ્મોમાં “બોલ્ડ દશ્યો” કરવા માટે સાઈન કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આરોપીઓએ તેને “નગ્ન અને અર્ધનગ્ન દશ્યો” કરવા માટે દબાણ કર્યું હતું. ફરિયાદીએ કહ્યું છે કે આરોપીએ કથિત રીતે ધમકી આપી હતી કે જો તે આવું નહીં કરે તો તે તેની કારકિર્દી ખતમ કરવામાં આવશે.

ગેહનાએ તેના વકીલ મારફત કોર્ટને જણાવ્યું હતું કે તેની સમાન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેનું લેપટોપ અને ફોન ક્રાઈમ બ્રાંચ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. તેના વકીલે ઉમેર્યું હતું કે મારા અસીલની પોલીસ કસ્ટડીની હવે જરૂર નથી, કારણ કે તેની આવા જ કેસમાં અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જેની તપાસ પૂરી થઈ ચૂકી છે અને મારી અસીલ જામીન પર છે.પોલીસે તેનો વિરોધ કરતાં કહ્યું હતું કે ફિલ્મો બનાવવામાં તેની “મુખ્ય ભૂમિકા” હતી, કારણ કે તે નિર્દેશક હતી અને ફરિયાદીને ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...